Connect with us

Sihor

ઈંગ્લીશ દારૂના કેસમાં ફરાર સિહોરના રાજપરાનો મિલન રાઠોડ એલસીબી પોલીસના સકંજામાં

Published

on

Milan Rathore of Rajpara of Sehore absconding in the case of English liquor is in the custody of LCB police.

બોટાદ પોલીસના પ્રોહીબિશન એટલે કે દારૂના કેસમાં નાસ્તો ફરતો રાજપરાનો મિલન ઝડપાયો, પોલીસને બાતમી મળી કે વલ્લભીપુર બસ્ટેન્ડમાં મિલન ઉભો છે ત્યાંથી બહારગામ જવાનો છે, એલસીબીએ મિલનને દબોચી લીધો

સિહોરના રાજપરા ગામનો વતની મિલન રાઠોડ જે બોટાદ પોલીસમાં નોંધાયેલ પ્રોહીબિશને એટલે કે દારૂના કેસમાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તો ફરતો હતો ભાવનગર એલસીબીને બાતમી મળી કે સિહોરના રાજપરા ગામે રહેતો મિલન કે જે વલ્લભીપુર બસ્ટેન્ડ પાસે ઉભો છે અને જે બહાર ગામ જવાની તૈયારીમાં છે બાતમીના આધારે એલસીબી પોલીસે મિલનને ઝડપી વલ્લભીપુર પોલીસમાં સોંપી દીધો છે .

ભાવનગર એલસીબી ટીમના બીજલભાઇ, હરેશભાઇ, જયદાનભાઈ, શક્તિસિંહ સહિતના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસને હકીકત મળી કે બોટાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ગુન્હામાં નાસ્તો ફરતો મિલન રાઠોડ જે વલ્લભીપુર બસ્ટેન્ડમાં ઉભો છે અને બહારગામ જવાની તૈયારીમાં છે એલસીબી પોલીસે બાતમી જગ્યાએ તપાસ કરતા મિલન ધનજીભાઈ રાઠોડ રહે સિહોર રાજપરા વાળો મળી આવ્યો હતો જેઓની આગળની કાર્યવાહી માટે વલ્લભીપુર પોલીસમાં સોંપી દેવાયો છે

Continue Reading
Advertisement
error: Content is protected !!