Sihor
સિહોર પટેલફાર્મ ખાતે વિશ્વનાથ મહાદેવ યુવક મંડળ દ્રારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી
બ્રિજેશ
શ્રાવણ વદ આઠમ ના દિવસે કૃષ્ણ જન્મોત્સવ નું મહાપર્વ જન્માષ્ટમી ની ભાવનગર શહેર સાથે જિલ્લામાં ભારે ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી.ભગવાન શ્રીહરિ નારાયણ ના કૃષ્ણ અવતાર થયે ઉજવાતુ મહાપર્વ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણવદ આઠમ-નોમ ના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે
કૃષ્ણ ભક્તો ગોકુળીયા રંગે રંગાઈને ભારે આસ્થા સાથે કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી કરે છે આ વર્ષે મહામારી નિયંત્રણમાં હોય આથી લોકો નો ઉત્સાહ બેવડાયો છે શહેર તથા જિલ્લામાં આવેલા મંદિરોને રંગરોગાન સાથે નયનરમ્ય રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યો હતો. હાલમાં કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી
જન્માષ્ટમી ની રાત્રી એ બરાબર બાર ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ સાથે શ્રીકૃષ્ણ પ્રાગટ્ય ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.સિહોર શહેરના પટેલફામૅ વિસ્તારમાં તમામ જ્ઞાતિના લોકો વસે છે.
ત્યારે વિશ્વાનાથ મહાદેવ ના મંદિર પાસે પરંપરાગત રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વાનાથ યુવક મંડળ દ્વારા જન્મોત્સવની ઉજવણી કરી હતી.જેમા બાળક ક્રિષ્ના ને ટોપલામાં બેસારી વિસ્તારમાં ફરીયા હતા તેમજ ઢોલના તાલે વિસ્તાર ના લોકો દ્રારા મડકી ફોડ કરવામાં આવી હતી