Sihor
સિહોરના ખાંભા ગામે રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલની ભવ્ય રીતે ઉજવણી કરાઈ
દેવરાજ
શહેરના નામાંકિત માયાળુ તબીબ ડો ધંધુકિયાને સન્માનિત કરાયા, ખાંભા ગામે કૃષ્ણકુમારસિંહજી ગોહિલની પ્રતિમા સ્થાપિત થશે, આજે ખાતમુહૂર્ત થયું, મહિલા સરપંચ શિલ્પાબેન મોરીએ થોડા સમય પહેલા કરેલી જાહેરાત નું વચન પાળી બતાવ્યું
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલની જન્મજયંતિના પાવન દિવસે સિહોરના ખાંભા ગામમાં સ્વ.શ્રી કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમાં સ્થાપિત કરવાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે ડો ધંધુકિયા જીલ્લા પંચાયત સદસ્ય ભોળાભાઈ ચુડાસમા, તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મણભાઈ પરમાર, સિહોર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.
માત્ર ભાવનગર નહીં પણ સમગ્ર દેશને આઝાદી બાદ એક તાંતણે ગુંથવામાં પોતાના ભાવનગર રાજ્યને સૌ પ્રથમ રાષ્ટ્રના ચરણે અર્પણ કરી દેશને એક રાખવામાં અનન્ય ફાળો આપનારા ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ તા.2 એપ્રિલના રોજ સિહોરના ખાંભા ગામે પંચાયત ઓફિસ ખાતે મહારાજાને પુષ્પાંજલી કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો જે દરમિયાન ખાંભા ગામના સરપંચ શિલ્પાબેન મોરી દ્વારા ખાંભા ગામમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે આજરોજ પ્રતિમાનું ખાતમુહૂર્ત કરી સરપંચ દ્વારા એ વચન પાળી બતાવવામાં આવ્યું હતું.
ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ખાંભા ગામના મહિલા સરપંચ, ઉપ સરપંચ, સભ્યશ્રીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં યુવાનો, બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ગામમાં ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળેલ હતો, ઉલ્લેખનીય છે કે શહેરના નામાંકિત અને માયાળુ તબીબ ડો મહાસુખ ધંધુકિયાને ભવ્ય રીતે સન્માનિત કરાયા હતા.