Connect with us

Health

શિયાળામાં આયરનની કમી થાય છે સૌથી વઘારે, આ રીતે પૂરી કરો ઉણપને

Published

on

Iron deficiency is worst in winter, so make up for the deficiency

સારાં સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો લેવા ખૂબ જરૂરી છે. શરીરમાં વિટામીન્સ, મિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશીયમ, આયરન જેવા આ તત્વો શરીર માટે ખૂબ ફાયદાકારક છે. શરીરમાં આયરનની ઉણપથી બ્લડ સેલ્સ થવામાં સમસ્યા થઇ શકે છે. આયરનની ઉણપથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થઇ શકે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શિયાળામાં મોટાભાગના લોકોમાં આયરનની ઉણપ વધારે હોય છે. આયરનની ઉણપથી સ્વાસ્થ્યને અનેક ઘણી તકલીફો થાય છે. આ માટે શિયાળામાં આયરનની ઉણપને પૂરી કરવી ખૂબ જરૂરી છે. આ ઉણપ પૂરી કરવા તમે એવા ફળ અને શાકભાજી ખાઓ જેમાં આયરનનું પ્રમાણ ભરપૂર હોય

પાલક

શિયાળાની સિઝનમાં દરેક લોકોએ અઠવાડિયામાં બેથી ત્રણ વાર પાલકનું શાક, પાલકનો સૂપ તેમજ પાલકમાંથી બનતી બીજી વાનગીઓ ખાવી જોઇએ. પાલકમાં આયરનનું પ્રમાણ સારું હોય છે. પાલકમાં કેલ્શિયમ, પ્રોટીન, સોડિયમ, ક્લોરીન, ફોસ્ફરસ અને મિનરલ્સ જેવા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓને દૂર કરે છે. પાલક ખાવાથી આંખોની રોશની વધે છે અને સાથે લોહીની ઉણપ પણ પૂરી થાય છે.

Iron deficiency is worst in winter, so make up for the deficiency

બીટ

બીટનો કલર લાલ હોય છે. બીટ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. બીટમાં આયરન, ફોલેટ, પોટેશિયમ અને ફાઇબર જેવા અનેક પોષક તત્વો હોય છે. નિયમિત રીતે તમે બીટ ખાઓ છો તો શરીરમાં આયરનની ઉણપ પૂરી થાય છે. બીટ હિમોગ્લોબીનની ઉણપને પૂરી કરવાનું કામ કરે છે.

Advertisement

જામફળ

જામફળ તમે આ સિઝનમાં ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. જામફળમાં આયરન, વિટામીન અને ફાઇબરનો સ્ત્રોત સારો હોય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ પૂરી થઇ જાય છે. જો તમને એનિમીયાની ફરિયાદ છે તો તમે જામફળ ખાવાનું શરૂ કરી દો. દિવસમાં એક જામફળ ખાવાથી શરીરની આ બધી ઉણપ પૂરી થાય છે. જામફળ ખાવાથી દાંત પણ મજબૂત થાય છે.

error: Content is protected !!