Connect with us

Bhavnagar

મોંઘવારીથી પ્રજા બેહાલ : દેશમાં અત્યારે બેરોજગારી મોઢું ફાડીને ઉભી છે : શક્તિસિંહ

Published

on

Inflation worries the people: Currently, unemployment is rampant in the country: Shaktisingh

મિલન કુવાડિયા

  • મોંઘવારીથી પ્રજા બેહાલ : દેશમાં અત્યારે બેરોજગારી મોઢું ફાડીને ઉભી છે : શક્તિસિંહ
  • ભાવનગર, ધોળા, અને દામનગરમાં શક્તિસિંહના પ્રહારો, જંગી સભાઓ યોજાઈ, આવતીકાલે સિહોરમાં જંગી સભા, આજે ભાવનગર, ધોળા, અને દામનગરમાં શક્તિસિંહના સભાઓમાં હજારોની મેદની ઉમટી, સરકાર સામે આકરા પ્રહારો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજયસભાના સાંસદ અને કોંગ્રેસના દિગગજ લીડર શક્તિસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના પ્રવાસે છે આજે તેઓની ભાવનગર, ધોળા, અને દામનગર ખાતે સભા યોજાઈ હતી દરમિયાન કોંગ્રેસના દિગગજ નેતા શક્તિસિંહ ગોહિલની ભાવનગર, ધોળા, અને દામનગર ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં શક્તિસિંહે ભાજપની ટીકા કરતાં જણાવ્યું કે બે-ત્રણ ઉદ્યોગપતિ મીત્રોને જ ફાયદો મળી રહે તે માટે ભાજપ દ્વારા આખા દેશને મોંઘવારીમાં ધકેલી દેવામાં આવ્યો છે. અત્યારે ગેસ સિલીન્ડરનો ભાવ 1100 થઈ ગયો છે જે યુપીએના શાસનમાં 400 રૂપિયા હતો. આવી જ રીતે પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે જે યુપીએ શાસન વખતે 60 રૂપિયામાં મળતું હતું. આ સહિતની વસ્તુઓ અત્યારે મોંઘીદાટ થઈ ચૂકી છે જે ભાજપની જ દેન છે. વધુમાં જણાવ્યું કે દેશમાં અત્યારે બેરોજગારી મોઢું ફાડી રહી છે. અત્યારે કોઈ યુવક એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરે તો તેને નોકરી મળી રહી નથી એટલા માટે તે મજૂરી કરવા માટે મજબૂર બને છે. આવી જ રીતે કોઈ યુવક ડૉક્ટરનો અભ્યાસ રાત-દિવસ એક કરીને પૂર્ણ કરે તો તેે ડૉક્ટર બનવાની જગ્યાએ ડિલિવરી બોય બની રહ્યો છે. બેરોજગારી ઉપરાંત અત્યારે લઘુ-મધ્યમ ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે જે સૌથી મોટી ચિંતાની વાત છે. ખાસ કરીને ખેડૂતોની હાલત અત્યારે બહુ જ ખરાબ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે શક્તિસિંહ ગોહિલની સભા આવતીકાલે સિહોરના ટાઉનહોલ ખાતે પણ યોજાનાર છે

error: Content is protected !!