National
દેશના હિતમાં ‘ભારત જોડો યાત્રા’ને સ્થગિત કરો
કુવાડિયા
ભારત જોડોયાત્રામાં કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરો : માંડવિયા : વિશ્વમાં વધતા કોરોનાના કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીની રાહુલ ગાંધીને અપીલ : લખ્યો પત્ર
ચીનમાં હાહાકાર મચાવ્યાં બાદ કોરોનાએ યુરોપના ઘણા દેશોને પોતાના કબજામાં લઈ લીધા છે. ભારત પણ આ અંગે સતર્ક છે. આજે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ બેઠક બાદ કોરોના સંબંધિત કેટલીક નવી માર્ગદર્શિકા આવી શકે છે.
આ દરમિયાન માંડવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને માસ્ક સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવે. જે લોકોને રસી આપવામાં આવી છે તેઓને પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યા છે. પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એવો પણ અનુરોધ કર્યો છે કે, જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો જાહેર આરોગ્યની કટોકટીને ધ્યાનમાં રાખીને ભારત જોડો યાત્રાને રાષ્ટ્રીય હિતમાં સ્થગિત કરવામાં આવે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે, શા માટે માત્ર અમને જ સલાહ આપવામાં આવે છે? જયારે પ્રવાસમાં સામેલ તમામ મુસાફરોને રસી આપવામાં આવી છે. તેમણે સરકારને અપીલ કરી છે કે, આખા દેશ માટે સમાન એડવાઈઝરી જાહેર કરવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના પત્ર પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, મોદી સરકાર ભારત જોડો યાત્રાથી ડરી ગઈ છે. સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ વિવિધ પ્રશ્નો ઉઠાવી રહી છે. શું પીએમ મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને તમામ પ્રોટોકોલનું પાલન કરીને ઘરે-ઘરે ગયા હતા? કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે હરિયાણામાં છે.
કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ચાલી રહ્યા છે. તમિલનાડુથી શરૂ થયેલી આ યાત્રા આજે હરિયાણા પહોંચી છે અને ત્યારબાદ પંજાબ જશે. જો હવે સૂત્રોનું માનીએ તો સ્વાસ્થ્ય મંત્રીની બેઠકમાં કોવિડ-૧૯ની નવા પ્રકાર અંગે નિષ્ણાતોના અભિપ્રાય પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સૌથી મોટી સમસ્યા વિદેશથી ભારત આવતા લોકો માટે નિયમો બનાવવાની છે. દેશમાં કોવિડ-૧૯દ્ગક્ર હાલના પ્રકારો અને તેમની સ્થિતિ વિશે પણ આજે ચર્ચા કરવામાં આવશે. લોકો શિયાળાની રજાઓમાં અને નાતાલના ત્રણ દિવસ અને નવા વર્ષની ઉજવણીના એક અઠવાડિયા પછી ઘણી મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં સરકાર નવા વર્ષના આગમનના સંદર્ભમાં આયોજિત કાર્યક્રમોમાં તકેદારી સંબંધિત નિયમો પર ચર્ચા કરી શકે છે.