Gujarat
સલંગપુરમાં હનુમાજીને જામફળનો શણગાર કરવામાં આવ્યો, લાખો ભક્તોએ લીધો દર્શનનો લાભ
સુપ્રસિદ્ધ યાત્રાધામ સલંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કારતક માસના શનિવારે દાદાને જામફળના દિવ્ય શણગારથી શણગારવામાં આવે છે.
આજે સવારે 5:30 કલાકે પૂજારી ડી. કે. સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.
દાદાના સિંહાસનને દિવ્ય વાઘાએ સુશોભિત કરીને જામફળને શણગાર્યું હતું. સવારે 11:15 કલાકે દાદાએ જામફળો અન્નકૂટ ધરાવ્યો હતો અને દાદાના હજારો ભક્તોએ સીધા તેમજ ઓનલાઈન યુટ્યુબ ચેનલ દ્વારા દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.