Sihor
જો યુવાનો બંધારણને સમજી જાય તો અનેક સમસ્યાઓ આપોઆપ હલ થઇ જાય ; ડાયાભાઈ રાઠોડ
પવાર
- સિહોર ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી, ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાંને દિપ – પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
વિશ્વવિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરે તા. 26-11-1949ના રોજ સંવિધાન સમીતીને બંધારણ આપ્યુ હતુ. ત્યારે સમગ્ર દેશમાં તા. 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સિહોર ખાતે સંવિધાન દિનની ઉજવણી કરી બાબા સાહેબને પુષ્પ અર્પણ કરાયા હતા.
સિહોરના મેઇન બજારમાં આવેલ બાબા સાહેબની પ્રતિમા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સવિધાન દિવસ નિમિતે ડો. બાબાસાહેબની પ્રતિમાને ફૂલ હાર કરી વંદન કરી તેમને દેશ માટે આપેલ યોગદાનને યાદ કરવામાં આવી હતી.
આ તકે દલિત અગ્રણી ડાયાભાઇ રાઠોડે કહ્યું હતું કે બંધારણના કારણે જ આજે દેશના ગરીબો અને મહિલાઓ સશકત છે. આજે ભારત તમામ મુશ્કેલીઓને પાછળ રાખીને આગળ નીકળી ગયો છે. યુવાનોને દેશના બંધારણના જાણકારી હોવી જરૂરી છે.
જયારે તેઓ બંધારણને જાણશે તો તેમને અનેક સવાલોના જવાબો મળી જશે. આજે પુરા વિશ્વની નજર ભારત પર ટકી છે. આની પાછળ સૌથી મોટી તાકાત આપણું બંધારણ જ છે. તેવુ ડાયાભાઈએ કહ્યું હતું