Connect with us

Sihor

સિહોરની ધ્રુપકા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે સત્યનારાયણ ભગવાનની કથા અને સંવાદ વાર્તાલાપ યોજાયો

Published

on

Satyanarayana Bhagwan Katha and dialogue talk held at primary school in Dhrupka village of Sihore

Pvar

સિહોર તાલુકાની શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળામાં તારીખ ૨૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ સરસ્વતી માતાની મૂર્તિ સ્થાપના નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ ભાવનગર જિલ્લાના એકમાત્ર મહિલા ટ્રેન ડ્રાઇવર (લોકો પાયલોટ) શ્રી કાજલબેન અમૃતભાઈ બોરીચા સાથે ‘સંવાદથી સેતુ’ વિષય પર બાળકો સાથે વાર્તાલા નું આયોજન કરવામાં આવ્યું હતું.

Satyanarayana Bhagwan Katha and dialogue talk held at primary school in Dhrupka village of Sihore

શાળાના શિક્ષક શ્રી નરેશભાઈ બારૈયા, હિરેનભાઈ લખતરિયા, મહિપાલસિંહ ગોહિલ અને શૈલેન્દ્રસિંહ ગોહિલના આર્થિક સહયોગથી ૧૬૮૦૦ ની કિંમતની આરસપહાણની મૂર્તિ શાળાને ભેટ આપવામાં આવી હતી, આ મૂર્તિની સ્થાપના નિમિત્તે શાળાના અન્ય શિક્ષકોના સહયોગથી સત્ય નારાયણ ભગવાનની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Satyanarayana Bhagwan Katha and dialogue talk held at primary school in Dhrupka village of Sihore

સાથે આજ દિવસે ભાવનગર જિલ્લાના એકમાત્ર રેલવે ડ્રાઇવર( લોકો પાયલોટ )શ્રી કાજલબેન અમૃતભાઈ બોરીચા સાથે સેતુથી સંવાદ વિષય અંતર્ગત બાળકો સાથે થયેલ જેમાં ભવિષ્યમાં સારું કેરિયર બનાવવા માટે બેનશ્રી દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Satyanarayana Bhagwan Katha and dialogue talk held at primary school in Dhrupka village of Sihore

શાળાના બાળકોએ કાજલબેનને લોકો પાયલોટ અને આ મુકામ સુધી પહોંચવા માટે સંઘર્ષને લગતા પ્રશ્ન પૂછ્યા હતા જેના જવાબો કાજલબેને દ્વારા બાળકોની ભાષામાં આપવામાં આવ્યા હતા. સાથે કાજલબેનના માતા-પિતા દ્વારા બાળકોને ૫૦૦૦ રૂપિયાની વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી શાળા પરિવાર દ્વારા કાજલબેનનું સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું.

Advertisement
error: Content is protected !!