Connect with us

Bhavnagar

ઉમરાળામાં આપના કાર્યકર્તા પર થયેલા હુમલાને લઇ ગોપાલ ઇટાલીયાના ભાજપ પર આકરા પ્રહાર

Published

on

Gopal Italy attacked the BJP over the attack on an AAP worker in Umrala

 

ઉમરાળાના ધોળા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર થયેલા હુમલાના સંદર્ભમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે ઉમરાળાના ધોળા ગામે આપના કાર્યકરો દિવાળીના શુભેચ્છા પોસ્ટરો લગાવી રહ્યા હતા. એ દરમિયાન અજાણ્યા શખ્સોએ ઢોર માર માર્યો હતો. જે સંદર્ભે ઇજાગ્રસ્તોને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જે બનાવને લઈ ગઈકાલે આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલીયા ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે બંને કાર્યકરોની મુલાકાત લઇ ખબર અંતર પૂછ્યા હતા અને સાંજે ઉમરાળા પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા.

આ અંગે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ હવે ગુંડા તત્ત્વ બન્યું છે. એક શુભેચ્છાના બોર્ડ લગાવતા કાર્યકરોને ધારાસભ્ય આત્મારામ પરમારની ગાડીમાં ફરતા માણસોએ આપના કાર્યકરો પર જીવલેણ હુમલો કર્યો છે. જેમાં આજે પાંચમા દિવસે પણ ઉમરાળા પોલીસ દ્વારા FIR લખવામાં નથી આવી, પોલીસ પર એવું તો કોનું દબાણ હશે કે ફરિયાદ પણ લખી શકતી નથી

error: Content is protected !!