Connect with us

Sihor

સમગ્ર સિહોર સાથે જિલ્લામાં નવરાત્રિના આયોજનની આખરી તૈયારીઓ

Published

on

final-preparations-for-navratri-planning-in-district-along-with-entire-sihore

બે વર્ષ બાદ ખેલૈયાઓમાં જોવા મળતો અદમ્ય ઉત્સાહ, ટ્રેડિશનલ ડ્રેસ, ઈમિટેશન જ્વેલરી અને ચણીયા ચોળી ખરીદવા બજારોમાં ભીડ જમાવતું યુવાધન

ગુજરાતની આગવી ઓળખસમા પર્વ નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાહૈયાઓમાં ગરબે ઘુમવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાં પણ નવરાત્રી પર્વમાં ગરબે ઘુમવા માટે ટ્રેડીશ્નલ ડ્રેસની માંગ વધુ જોવા મળે છે ત્યારે યુવક તેમજ યુવતીઓ ટ્રેડીશ્નલ ડ્રેસ તેમજ ચણીયાચોલીની સાથે સાથે ઈમીટેશન જ્વેલરીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. તો બીજી તરફ ખેલૈયાઓને ગરબે ઘુમવામાં તકલીફ ન પડે તે માટે વિવિધ ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડની સજાવટને આખરી ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી વિવિધ તહેવારોની ઉજવણી ફીક્કી પડી હતી ત્યારે હવે કોરોના સંક્રમણ ઘટતા વિવિધ પર્વને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.

final-preparations-for-navratri-planning-in-district-along-with-entire-sihore

જેની યુવાધન અતિ આતુરતાથી રાહ જોતુ હોય છે તેવા નવરાત્રી પર્વની આગામી તા.૨૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજથી શરૂઆત થનાર છે ત્યારે વિવિધ યુવક મંડળો દ્વારા પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે શહેરમા કેટલાક સ્થળોએ મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પર્વને આડે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ યુવક મંડળો દ્વારા ખેલૈયાઓ માટે ગરબાનું ગ્રાઉન્ડ, લાઈટીંગ, ડેકોરેશન, સ્ટેજ સહિતની કામગીરીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. વિવિધ યુવક મંડળના સભ્યો દ્વારા દિવસ-રાત એક કરી ગરબાના મેદાનને સજાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. સાથે સાથે યુવાધન સહિત અબાલ-વૃધ્ધોમાં પણ આ પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પર્વને લઈ યુવક-યુવતીઓ બજારમાં બજેટ અનુસાર ટ્રેડીશ્નલ ડ્રેસ તેમજ ચણીયાચોલીની ખરીદી કરવામાં વ્યસ્ત બન્યા છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!