Sihor
રોડના કામને લઇ સિહોરના ટાણા ચોકડીથી સુરકાના દરવાજા લીલાપીર માર્ગે વાહન વ્યવહાર બંધ કરાયો
તંત્ર દ્વારા રોડના કામનો ધમધમાટ ; સમગ્ર રોડને આજથી બંધ કરાયો ; મોટા વાહનોને એકતા સોસાયટી થઈ કનાડ, સર, અથવા ખાંભા થઈ સીધા ટાણા ગામે જઇ શકાય છે, નાના વાહનોને સુરકાના દરવાજા થી બ્રહાકુંડ થઈ ટાણા રોડ જઇ શકાશે
૨૪ કલાક વાહન વ્યવહારથી સતત ધમધમતા સિહોરમાંથી ટાણા તરફ જવા માટે ટાણા ચોકડી સુરકાના દરવાજા લીલાપીર મઢુલી સુધીના રોડનું નવનિકરણ શરૂ થયું છે જેને લઈ તંત્ર દ્વારા કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે. જે રોડને આજથી બંધ કરાયો છે
જ્યારે ટાણા, સાગવાડી, કાજાવદર, જાંબાળા, દેવગાણા અને બોરડી, અગીયાળી, સરકડીયા, વરલ, ગુંદાળા, ભાંખલ સહિતના ૧૯ ગામો તરફ આવવા જવા માટે તંત્ર દ્વારા મોટા વાહનોને એકતા સોસાયટી થઈ કનાડ, સર, અથવા ખાંભા થઈ સીધા ટાણા ગામે જઇ શકાય છે, નાના વાહનોને સુરકાના દરવાજા થી બ્રહાકુંડ થઈ ટાણા રોડ જઇ શકાશે સિહોરથી ટાણા જવાના આ માર્ગ ઉપર અનેક રહેણાંકીય સોસાયટીઓ આવેલ છે
રહિશો અને વાહનચાલકોની અવરજવરથી સતત ધમધમી રહેલા આ અત્યંત મહત્વના હાઈવેની લાંબા સમયથી દુર્દશા જોવા મળતી હતી જોકે તંત્ર દ્વારા રોડને લઈ ઝડપી કામગીરી શરૂ કરી છે આવતા દિવસોમાં લોકોને રાહત થશે તે હકીકત છે અને રોડનું કામગીરી શરૂ હોવાથી હાલ પૂરતો વાહન વ્યવહાર બંધ કરાયો છે