Gujarat
રાજ્યમાં કપાસની ઓછી આવકને કારણે માલિકો જીન બંધ રાખવા બન્યા મજબુર : હાલ 60 ટકા શટ ડાઉન અવસ્થામાં
રઘુવીર મકવાણા
- ખેડૂતોને કપાસનો સારો ભાવ ન મળતાં રાજ્યના મોટા ભાગના જીન ઠપ્પ થયા, ઇન્ટરશનેશલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાથી હાલ ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ
ગુજરાતમાં કપાસની ખેતી કરનારા ખેડૂતોના દુખના દહાડા શરૂ થઈ ગયા હોય તેવુ લાગે છે. એક તરફ માર્કેટમાં ભાવ મળી નથી રહ્યાં, તો બીજી તરફ, પડ્યા પર પાટુ જેવી સ્થિતિ બની છે. જાન્યુઆરીમાં પુર્ણ ક્ષમતાએ ધમધમતા રાજ્યના જીન ઠપ્પજીન માટેના રો મટીરીયલ કપાસની ઓછી આવકના કરાણે જીન માલિકો જીન બંધ રાખવા મજબુર બન્યા છે. હાલ જીનમાં રો-મટીરિયલ્સ એવા કપાસની આવક ઓછી હોવાથી જીન માલિકો જીન બંધ રાખવા માટે મજબૂર બન્યા છે. ગુજરાતમા ડિસેમ્બર 2022માં 25 લાખ ગાંસડીની આવક નોંધાઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં 35 ટકા ગાંસડીની આવક થાય જે આ વર્ષે માત્ર 27 ટકા થઇ છે. ખેડૂતોને કપાસનો સારો ભાવ ન મળતાં રાજ્યના મોટા ભાગના જીન ઠપ્પ થયા છે. જીનમાં પ્રતિદિન દોઢથી 2 લાખ ગાંસડીની આવક થતી હોય છે, જેની સામે હાલ માત્ર એક લાખ ગાંસડીની આવક થઈ રહી છે.
રાજ્યમાં 700 જીન સામે અંદાજે 60 ટકા જીન બંધ છે અને જે જીન ચાલુ છે તે પણ માત્ર 35થી 45 ટકાની કેપેસિટી સાથે ચાલુ છે. અત્યારે 700 થી વધારે જીન છે, જૈ પૈકીની 60 ટકા જીન હાલ શટ ડાઉન અવસ્થામાં છે. જે જીન ચાલુ છે તે માત્ર 35 થી 45 ટકાની કેપેસીટીએ ચાલુ છે. વર્તમાન સમયમાં ચાલુ જીન પણ નુકસાનમાં ચાલી રહ્યાં છે. સમગ્ર ભારતમાં કપાસની બજારમાં ઓછી આવક છે. પ્રતિદિન દોઢ થી બે લાખ ગાંસડીની આવક સામે અત્યારે માત્ર એક લાખ ગાંસડીની આવક થઈ રહી છે. હાલમા ગુજરાતના ખેડૂતો પાસે 72 લાખ કપાસની ગાંસડીઓનો સ્ટોક છે. ભારતમાં ડિસેમ્બરમાં 85 લાખ ગાંસડીની આવક થઇ જે સામાન્ય કરતાં 15 ટકા ઓછી છે. ગત માર્ચ માસમાં વર્ષે ખેડૂતોને મણ દીઠ 2000 થી 2500 સુધીનો ભાવ મળ્યો હતો. ચાલુ વર્ષે કપાસનો મણનો ભાવ 1500 થી 1700 રૂપિયાનો રહ્યો છે. ઇન્ટરશનેશલ માર્કેટમાં મંદીનો માહોલ હોવાથી હાલ ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ છે. ઇન્ડસ્ટ્રીઝ તરફથી મોટા પ્રમાણમા ખરીદી ન નીકળતાં કપાસના ભાવ પર અસર થઈ છે. અન્ય દેશોના સરખામણીમાં ભારતના કપાસની ઇલ્ડ ઓછી છે.