Sihor
સિહોર ભુતા કોલેજના 100થી વધુ વિદ્યાર્થીઓને નાપાસ કરતા વિવાદ – કુલપતિને કરાઈ રજુઆત

દેવરાજ
ભાવનગર યુનિવર્સિટી નો છબરડો
વિધાર્થીઓમાં રોષ, સમાજશાસ્ત્ર અને ઇતિહાસના વિદ્યાર્થીઓને પરિણામને લઈ અસંતોષ, સમગ્ર મામલે એન.એસ.યુ.આઈ દ્વારા પણ યોગ્ય કરવા કરી રજુઆત છે.
ભાવનગર યુનિવર્સિટીમાં અંધેર નગરી ને ગંડુ રાજા જેવું સાશન ચાલી રહ્યું છે જેનો ભોગ ભારત નું ભાવિ બની રહ્યું છે એટલે કે વિધાર્થીઓનું ભવિષ્ય અંધકાર માં ગરકાવ થતું રહે છે. સિહોર ભુતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના બી.એ.સેમ.૪ ના વિધાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં કોલેજના કુલ ૧૧૩ ની સંખ્યામાં માત્ર ને માત્ર ૮ વિધાર્થીઓ પાસ થતાં બાકીના વિદ્યાર્થીઓ નાપાસ થતા વિદ્યાર્થીઓમાં અસંતોષ સાથે વિવાદ સર્જાયો છે.
મોટા ભાગના વિદ્યાર્થીઓ ઇતિહાસ અને સમાજ શાસ્ત્ર અને ગુજરાતી જેવા વિષયો માં નાપાસ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વિધાર્થીઓ દ્વારા ભાવનગર યુનિવર્સિટી ના કુલપતિને રજુઆત કરી યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે સાથે જ એન.એસ.યુ.આઈ ભાવનગર દ્વારા પણ વિધાર્થીઓ ના ન્યાય માટે રજુઆત કરવામાં આવી છે.
સાથે જેમના પણ દ્વારા પેપર ચકાસણી કરવામાં આવી છે તેમની ભૂલ ઉપર પણ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે જેથી કરીને ભવિષ્યમાં કોઈ વિધાર્થીઓ સાથે અન્યાય ન થાય.