National
ભારત જોડો યાત્રા બંધ રહેશે કે નહીં ? માંડવીયાના પત્ર બાદ કોંગ્રેસનું મોટું નિવેદન
કુવાડિયા
કોરોનાનું નામ પડતા જ ભયનું લખલખું પસાર થઈ જાય અને લૉકડાઉનના દિવસોની કપરી સ્થીતી યાદ આવી જાય છે. ત્યારે ચીનમાં કોરોનાની વિશાળ લહેરના સમાચાર દુનિયા ભરની ચિંતા વધારી રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના મામલે રાજકારણ શરૂ થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાને કારણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને રોકવા કહ્યું છે ત્યારે રાહુલ ગાંધીએ પણ વળતો જવાબ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, મનસુખ માંડવિયાએ પત્ર લખ્યો છે કે, યાત્રા બંધ કરો, કોરોના આવી રહ્યો છે. પણ આ તો યાત્રા રોકવા માટે બહાનું ધરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ આ મામલે આક્ષેપ કર્યા હતા કે, હવે યાત્રા રોકવા માટેના બહાના બનાવાઈ રહ્યા છે.
ત્યારે માસ્ક પહેરવા અને મુસાફરી બંધ કરવા કોરોના ફેલાઈ રહ્યો છે તેવા બહાના બનાવાઈ રહ્યા છે. આ તો માત્ર બહાના છે કારણ કે, તેઓ ભારત જોડો યાત્રાથી ડરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા કે, ભારત કાયર નથી અને કોઈથી ડરતો નથી. અમે દેશ તોડવા નહીં દઈએ, હરિયાણામાં અમારી સરકાર સત્તા આવશે તો અમે કામ કરીશું. સાથે જ તેણે લોકસભામાં માઈક બંધ કરાવનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે, અમે જ્યારે લોકસભામાં બોલવા ઈચ્છીએ ત્યારે તમે માઈક બંધ કરાવી દો છે. નરેન્દ્ર મોદી સામે કોઈ ખડું ન રહે તો મોદી તેમની સાથે સ્પર્ધા નથી કરી શકતા અને ભાગી જાય છે. પ્રધાનમંત્રી મોદીને આડેહાથ લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, કેમ નરેન્દ્ર મોદી પત્રકાર પરિષદ નથી કરતા, આરએસએસ અને ભાજપના લોકો ગરીબ અને ખેડૂતથી ડરે છે. ભારત જોડો યાત્રા બંધ રાખવા બાબતે સ્પષ્ટતા કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે, અમે કોરોનાના નિયમોના પાલન સાથે ભારત જોડો યાત્રા કરીશું પણ યાત્રા બંધ નહીં કરીએ.