Bhavnagar
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ભાવનગર એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપતાં મુખ્યમંત્રી તથા મહાનુભાવો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ભાવેણાંની ધરતી પરના રોડ શો અને સભાના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ તરફ પ્રયાણ કરતાં ભાવનગર એરપોર્ટ પરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભા.જ.પા. ના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ, મુખ્ય સચિવશ્રી પંકજકુમાર અને મહાનુભાવો દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
તેમને ભાવનગર એરપોર્ટ ખાતેથી વિદાય આપવાં માટે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
તેમને વિદાય આપવાં માટે એરપોર્ટ ખાતે ડે. મેયરશ્રી કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી ડો. રાજીવભાઇ પંડ્યા, મહામંત્રીશ્રી અરૂણભાઇ પટેલ, યોગેશભાઇ બદાણી, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન મોરડિયા, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અરવિંદભાઇ વનાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાષ્ટ્રપતિશ્રી આજે સવારે ભારતીય વાયુદળના વિશેષ હેલિકોપ્ટર મારફતે ભાવનગર એરપોર્ટ ખાતેથી અમદાવાદ માટેના આગળના કાર્યક્રમ માટે રવાના થયાં હતાં.