Connect with us

Bhavnagar

“ભાવનગર બન્યું મોદીમય”: જવાહર મેદાન ખાતે વડાપ્રધાનશ્રીને આવકારવાં માનવ મહેરામણ ઉમટ્યું

Published

on

"Bhavnagar became Modi-friendly": Crowds flocked to welcome the Prime Minister at Jawahar Maidan

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ભાવનગરની ગૌરવવંતી ધરા પર પધારી રહ્યાં છે ત્યારે ભાવેણાવાસીઓમાં પણ વડાપ્રધાનશ્રીને આવકારવાં અનેરો થનગનાટ જોવાં મળી રહ્યો છે. અનેક વિકાસલક્ષી પ્રકલ્પો વડાપ્રધાનશ્રી આજે જન સમર્પિત કરવાં જઈ રહ્યાં છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં પણ આ માટે આનંદની લાગણી જોવાં મળી રહી છે.

"Bhavnagar became Modi-friendly": Crowds flocked to welcome the Prime Minister at Jawahar Maidan

જવાહર મેદાન ખાતે હાલ બહોળી સંખ્યામાં માનવ મેદની ઉમટી છે. જવાહર મેદાન તરફ જતાં તમામ રસ્તાઓ હૈયે હૈયું દળાઇ તેવાં લોક પ્રવાહથી ભરચક બની ગયું છે. ભાવનગર, અમરેલી, બોટાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના નાગરિકોનો અવિરત પ્રવાહ ભાવનગર ખાતે વડાપ્રધાનશ્રીને આવકારવા પહોંચ્યોં છે.
માનવ મહેરામણ સાથે ભાવનગરની ધરાં પર વી.આઇ.પી.ઓ. ઓ નો જમાવડો થયો છે. ભાવનગરનો આ દિવસ સૂવર્ણ અક્ષરે લખાવાનો છે.

error: Content is protected !!