Connect with us

Bhavnagar

૩૬મી નેશનલ ગેમ્સના યજમાન થવાનો ભાવનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ

Published

on

Bhavnagar residents are excited to host the 36th National Games
  • મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ કાર્નિવલમાં વિવિધ પરંપરાગત અને ફિટનેસની રમતોની મજા માણતા ભાવેણાવાસીઓ

ગુજરાતમાં પહેલીવાર નેશનલ ગેમ્સનું યજમાન ગુજરાત બન્યું છે ત્યારે રાજ્યનાં કુલ ૬ શહેરોમાં ૩૬ રમતોનું આયોજન હાથ ધરાયું છે. શહેરીજનો માહિતગાર થાય તથા રમતગમતની પ્રવૃતિઓને વેગ મળે એ હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તા.૨૨ થી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન યુનિવર્સીટી ખાતે સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ભાવનગર મહાનગરપાલિકાનાં મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેને લોકોએ અનોખી મોજ મસ્તી દ્વારા આ મહાખેલ આયોજનને આવકાર્યું હતું.

Bhavnagar residents are excited to host the 36th National Games

સ્પોર્ટ્સ કાર્નિવલની શરૂઆત મેયરશ્રીએ મેસકોટ રેલીનો પ્રારંભ કરવી કરી હતી. ત્યારબાદ મશાલ જલાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે ૩૬ મી નેશનલ ગેમસનું થીમ સોંગ પણ વગાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત સૌએ ફિટનેશ શપથ લીધા હતા.

કાર્યક્રમમાં વિવિધ ટ્રેડના ટ્રેનરો દ્વારા સેલ્ફ ડિફેન્સ ફોર ગર્લ્સ, ડાન્સ, માર્શલ આર્ટસ, જુડો, ઝુમ્બા, ક્રિકેટ, બેડમીન્ટન, હેન્ડબોલ, ક્ષેપક ટકરાવ, દોરડા ખેંચ, કબડ્ડી, ખો-ખો સહિતની રમતોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાપસીડી, લુડો જેવી નાના બાળકો રમી શકે તેવી રમતો પણ રાખવામાં આવી છે. જેમાં નાના બાળકોએ ઉત્સાહભેર જોડાઈ મજા માણી હતી. કાર્નિવલમાં નાના મોટા સૌ કોઈ વિવિધ રમતોમાં ભાગ લઈ મજા માણી શકે છે.

Bhavnagar residents are excited to host the 36th National Games

આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઇ શાહ, શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી રાજીવભાઇ પંડ્યા, કલેકટરશ્રી યોગેશ નિરગુડે, કમિશ્નરશ્રી એન. વી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, કોર્પોરેટરશ્રીઓ તેમજ રમત ગમત ક્ષેત્રે જોડાયેલા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

-કૌશિક શીશાંગીયા

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!