Bhavnagar
ભાવનગર “પાનવાડી કા રાજા” ગણપતિ મહોત્સવને સર્વશ્રેષ્ઠ ખિતાબ મળ્યો
મિલન કુવાડિયા
ભાવનગર યુવરાજ જયવિરાજસિંહ દ્વારા પાનવાડી ગણેશ મહોત્સવને સર્વશ્રેષ્ઠ ખિતાબ આપ્યો, કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે
વિઘ્નહર્તા પ્રથમપૂજ્ય દેવ ગણપતિ ભગવાનના મહોત્સવનું ગઈકાલે એક દિવસમાં હજારો ગણપતિ વિસર્જન સાથે ધામધૂમથી, ઉત્સાહપૂર્વક અને નિર્વિઘ્ને સમાપન થયું હતું. ભાવિકોએ ગીત-સંગીત સાથે ધામધૂમથી શોભાયાત્રામાં ગણપતિને પૂષ્પોથી શણગારી પૂજન વિધિ કરીને ભારે હૈયે ભાવપૂર્ણ વિદાય આપી હતી અને અગલે બરસ જલદી આ તેવી મંગલકામના કરી હતી. હજારો લોકોએ આજે પોતાની ઓફિસ,કારખાના,ઘરોના પરિસરમાં જ જળકુંડ બનાવી તેમાં ગણપતિ પધરાવ્યા હતા.
ત્યારે ભાવનગર “પાનવાડી કા રાજા” ગણપતિ મહોત્સવને સર્વશ્રેષ્ઠ ખિતાબ દેવાયો છે કોળી સમાજના નેતા રાજુ સોલંકી અને સમગ્ર ટીમ દ્વારા આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે પણ પાનવાડી ચોક ખાતે ભવ્ય અને દિવ્ય ગણપતિ મહોત્સવ ૨૦૨૨નું આયોજન કરાયું હતું
જેમાં ગઈકાલે છેલ્લા દિવસે ભાવનગર યુવરાજ સાહેબ જયવીરરાજસિંહજી ગોહિલ ખાસ આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા પાનવાડી કા રાજા આયોજક રાજુભાઈ સોલંકીના ગણપતિ મોહત્સવને ભાવનગર જિલ્લાનું સર્વશ્રેષ્ટ ગણપતિ મહોત્સવ ૨૦૨૨ ખિતાબ દેવામાં આવ્યો હતો