Bhavnagar
6 માસમાં પામોલીનમાં રૂા.1000 ઘટયા : છતાં સિહોરમાં ફરસાણના ભાવ યથાવત
6 માસમાં પામોલીનમાં રૂા.1000 ઘટયા : છતાં સિહોરમાં ફરસાણના ભાવ યથાવત
વિદેશમાંથી આયાત શરૂ થયા બાદ ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓને થયેલી રાહત : 6 માસ અગાઉ પામોલીનના ડબાનો ભાવ રૂ.2650ને આંબી ગયેલો તે ઘટી1650 થયો ફરસાણમાં ભાવમાં ઘટાડો જરૂરી
ખાદ્યતેલમાં પામોલીન તેલ વાપરનારાઓ માટે આખરે સારા સમાચાર આવ્યા છે અને સતત ભાવ ઘટાડાને લીધે છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000 નો આસમાનની ઘટાડો થયો છે. 6 માસ અગાઉ પામોલીન તેલના ડબ્બાના ભાવ વધીને રૂપિયા 2650ને આંબી ગયા હતા પરંતુ ત્યારબાદ ઇન્ડોનેશિયાએ ગત તા.23 મે ના રોજ પામોલીન તેલની નિકાસ હટાવતા તેલમાં ભાવ ઘટવાનો આરંભ થઈ ગયો હતો અને તબક્કાવાર ભાવ ઘટતા આજે પામોલીન તેલના 15 કિલોના એક ડબ્બાના ભાવ રૂપિયા 1650 થઈ ગયા છે. છેલ્લા 6 માસમાં પામોલીન તેલના ડબ્બામાં રૂપિયા 1000નો ઘટાડો થયો છે. ખાદ્યતેલની બજારમાં તો પામોલીનમાં ભાવ ઘટ્યા છે સાથે કપાસીયામાં પણ થોડો ભાવ ઘટ્યા છે પણ શહેરમાં ફરસાોણના ભાવ 6 માસ પૂર્વે જે વધ્યા હતા તેમાં હજી કોઇ નોંધપાત્ર ઘટાડો થયો નથી.
સિહોર શહેરમાં ફરસાણવાળા મુખ્યત્વે પામોલીન તેલ વાપરે છે પરંતુ પામોલીન તેલમાં આ ભાવ ઘટાડવા છતાં ફરસાણના ભાવમાં હજી સુધી તો કોઇ નોંધપાત્ર ભાવ ઘટાડો થયો નથી. અગાઉ પામોલીનના ભાવ 2600ને વટી ગયા ત્યારે ફરસાણ વાળાએ ફરસાણના ભાવમાં વધારો કરેલો તે વધારો હજી યથાવત છે. ભાવ વધ્યા ત્યારે વધારો તુરંત થઇ ગયો હતો. હવે મોટા તહેવારો આવી રહ્યાં હોય ભાવ ઘટાડવામાં આવે તો નિમ્ન મધ્યમ વર્ગ પર્વોમાં ફરસાણ લાવીને ખાઇ શકે.