Bhavnagar
ભાવનગર પંથકના ખેડૂતોના બે મહિનાનો રોકડિયા પાક સૂકાવા લાગ્યા, ક્યારે આવશે વરસાદ?
દેવરાજ
ભાવનગર જિલ્લાના સિહોર, ગારીયાધાર, ઉમરાળા, જેસર, ભાવનગર સહિતના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વરસાદના લાંબા વિરામને લઈ રોકડીયા પાકમાં હવે સ્થિતિ મુશ્કેલી વધી ગઈ છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના રોકડીયા પાકની ખેતી હવે મુરઝાઈ જશે એવી ભીતી સેવાઈ રહી છે. વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ચોમાસાની શરુઆતે સારો વરસાદ થતા ખેડૂતો માટે સારી ખેતી થવાની આશા બંધાઈ હતી. પરંતુ હવે શ્રાવણ કોરો ધાકોર પસાર થવા લાગતા જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
ભાવનગર જિલ્લામાં વરસાદ વિના હવે સિંચાઈને લઈ સમસ્યા સર્જાઈ છે. હાલમાં ખેડૂતો મોટા નુક્શાનની ચિંતામાં દિવસો પસાર કરવા લાગ્યા છે. હાલમાં વીઘા દીઠ ખેડૂતો 20 હજાર રુપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે. વિસ્તારના ખેડૂતો સિંચાઈને લઈ માવજત કરવા માટે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના સિહોર, ગારીયાધાર, ઉમરાળા, જેસર, ભાવનગર સહિતના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વરસાદના લાંબા વિરામને લઈ રોકડીયા પાકમાં હવે સ્થિતિ મુશ્કેલી વધી ગઈ છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના રોકડીયા પાકની ખેતી હવે મુરઝાઈ જશે એવી ભીતી સેવાઈ રહી છે.