Bhavnagar
ભાવનગર : ભોજાવદરની વાડીમાથી લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો

પવાર
- સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ લીલા ગાંજાના છોડ નંગ-૧૪૫ વજન ૧૪૯ કિલો ૫૬૬ ગ્રામ જેની કિ.રૂ.૭,૪૮,૩૩૦ ના મુદ્દામાલ કબ્જે લીઘો
ઘોઘાના ભોજાવદર વાડી વિસ્તાર ખાતે આવેલ ચારણીયા સીમ તરીકે ઓળખાતી વાડીમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ કપાસ અને બાજરી ની વચ્ચે વાવેલ ગાંજો કિંમત રૂપિયા૭,૪૮,૩૩૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.બી.ભરવાડને ખાનગી બાતમી હકિકત મળેલ હતી કે, “ ભોળાભાઇ ડાયાભાઇ ડાભી રહેવાસી ખડસલીયા ગામ ભોજાવદરની વાડી વિસ્તાર પોતાની કબ્જા ભોગવટાની ચારણીયા સીમ તરીકે ઓળખાતી વાડીમાં કપાસ તથા બાજરીની વચ્ચે ગાંજાનું વાવેતર કરેલ છે.
” જે બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસે મજકુર આરોપીની વાડીએ રેઇડ કરતા, વાડીએથી લીલા ગાંજાના છોડ નંગ-૧૪૫ જેનું કુલ વજન ૧૪૯ કિલો ૫૬૬ ગ્રામ જેની કિ.રૂ|.૭,૪૮,૩૩૦ ના મુદ્દામાલ સાથે ભોળાભાઇ ડાયાભાઇ ડાભીની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી જ્યારે ભગતભાઇ ગોવીંદભાઇ ચૌહાણને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી