Bhavnagar
ભરત બારડ બન્યા ભાવનગરના નવા મેયર, મોના પારેખની ડે. મેયર તરીકે પસંદગી, રાજુ રાબડીયાને મળ્યું મોટું પદ
બરફવાળા
ભાવનગર મનપાના નવા મેયર પદે ભરત બારડની વરણી ; ડે.મેયર પદે મોનાબેન પારેખ, સ્ટે.ચેરમેન રાજુભાઈ રીબડીયાની નિયુકતી
ભાવનગર મહાનગર પાલીકાનાં મેયર તરીકે ભરતભાઈ બારડ, ડે.મેયર તરીકે મોનાબેન પારેખ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે રાજુભાઈ રીબડીયા તથા શાસક પક્ષના નેતા તરીકે કિશોરભાઈ ગુરૂમુખાણી તેમજ દંડક તરીકે ઉષાબેન બધેકાની નિયુકિત કરાઈ છે. ભાવનગર મહાનગરપાલીકાના મેયર સહિતનાં પદાધિકારીઓની અઢી વર્ષની મુદત પુરી થતા આજે ખાસ મળેલ સાધારણ સભામાં નવા પદાધિકારીઓની સર્વાનુમતે વરણી થઈ હતી. જેમાં મેયર તરીકે પ્રથમ વખત જ કોર્પોરેર તરીકે ચૂંટાયેલા ભરતભાઈ બારડની વરણી કરવામાં આવી છે.
જયારે ડે.મેયર પદે મોનાબેન પારેખ, સ્ટેન્ડીંગ કમીટીમાં ચેરમેન પદે રાજુભાઈ રાબડીયા, શાસક્પક્ષનાં નેતા પદે કિશોરભાઈ ગુરૂમુખાણીની અને દંડક તરીકે મહિલા કોર્પોરેટર ઉષાબેન બધેકાની વરણી થઈ છે. વિરોધ પક્ષ કોંગ્રેસે મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા અને નવ નિયુકત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી.