Connect with us

Sihor

સિહોરના આસિફ મેતર અને જાહિદ સોરઠીયા નારી ગામ પાસે દારૂ અને બિયર ભરેલા ટ્રક સાથે ઝડપાયા

Published

on

Asif Matar and Jahid Sorthiya of Sihore were caught with a truck full of liquor and beer near Nari village.

પવાર

  • સિહોર અને ભાવનગરના 3 શખ્સ હસ્તગત, વાપીના શખ્સે મહારાષ્ટ્ર બોર્ડર પાસેથી જથ્થો મંગાવ્યો, દારૂ ઉતારવા સાથે મજૂર રાખ્યો

ભાવનગરના પ્રવેશદ્વાર નજીક આવેલા નારી ગામ પાસેથી પોલીસે વિદેશી દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપી પાડી ભાવનગર અને સિહોરના ત્રણ શખ્સને હસ્તગત કર્યા હતા. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ધોલેરા તરફથી એક ટ્રકમાં દારૂનો જથ્થો ભાવનગર તરફ લવાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે વરતેજ પોલીસે આજે શુક્રવારે બપોરના સમયે નારી ગામ, ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી અહીંથી પસાર થઈ રહેલ ટ્રક નં.જીજે.૦૪.એડબ્લ્યુ.૪૫૮૭ને રોકી તલાશી લેતા કેબીન અને કેબીનની ઉપર છુપાવામાં આવેલ વિદેશી દારૂની ૧૩૧ બોટલ અને બિયરના ૪૪ ટીન મળી આવ્યા હતા.

જેથી પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે આસિફ રજાકભાઈ મેતર (રહે, ઘાંચીવાડા, સિહોર), જાહિદ હુસેનભાઈ સોરઠિયા (રહે, જલુનો ચોક, મોંઘીબાની જગ્યા પાસે, સિહોર) અને અજીત અબ્દુલભાઈ પરમાર (રહે, દાદાભાઈનો ચોક, માઢિયા રોડ, કુંભારવાડા) નામના શખ્સને ટ્રક, બે મોબાઈલ ફોન, દારૂ-બિયરનો જથ્થો મળી કુલ રૂા.૮,૮૬,૧૬૦ના મુદ્દામાલ સાથે હસ્તગત કરી પૂછપરછ કરતા આદિત્ય દેસમુખ (રહે, વાપી, જિ.વલસાડ) નામના શખ્સ પાસેથી આ દારૂ-બિયરનો જથ્થો મહારાષ્ટ્ર બોર્ડસ પાસેથી લીધો હોવાનો અને અજીત પરમાર દારૂની બોટલો ચડાવવા-ઉતારવા મજૂરી માટે સાથે આવેલ હોવાની કબૂલાત આપી હતી.
જેના આધારે વરતેજ પોલીસે આસિફ મેતર, જાહિદ સોરઠિયા, અજીત પરમાર અને આદિત્સ દેસમુખ વિરૂધ્ધ પ્રોહિ. એક્ટની કલમ ૬૫-એ, ૬૫ (ઈ), ૧૧૬-બી, ૯૮ (ર), ૮૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!