Connect with us

Gujarat

ગુજરાતના આ શહેરમાં ઉમેરાયું વધુ એક નજરાણું! આકર્ષણનું કેન્દ્ર બની ચાંદીની ફિરકી અને પતંગ

Published

on

Another sight added to this city of Gujarat! Silver spinners and kites became the center of attraction

પ્રસંગ હોય કે તહેવાર ખાણીપીણી હોય કે પછી પ્રવાસ દરેક પળને અલગ અંદાજમાં ઉજવણી કરવાને કારણે દુનિયામાં સુરતીઓએ આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે ઉત્તરાયણ પર્વને પણ યાદગાર અને અનોખો બનાવવા એક જ્વેલર્સે બનાવી છે. ચાંદીની ફીરકી અને પતંગ. જ્વેલર્સ વેપારીએ બનાવેલી ચાંદીની ફીરકી અને પતંગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

ઉતરાયણના પર્વ પર રંગબેરંગી પતંગો હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, પરંતુ સુરત ખાતે એક ટેક્સ્ટાઇલના વેપારીએ પોતાના પ્રિયજનો માટે એવી પતંગ તૈયાર કરાવી છે જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જશે. કારણ કે આ ખાસ પતંગ અને ફીરકી ચાંદીથી તૈયાર કરવામાં આવી છે. સુરતમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ટેક્સટાઇલના વેપારીએ સુરતના એક જ્વેલર્સ પાસે ફીરકી અને ચાંદીનો પતંગ તૈયાર કરાવ્યો છે.

ઉતરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ચાંદીના પતંગ અને ફીરકી નાની અને મોટી બંને સાઈઝમાં બનાવવામાં આવી છે. વેપારીએ આ ખાસ પતંગ પોતાના પ્રિયજનને આપવા માટે તૈયાર કરાવી છે. પરંપરા મુજબ ઉત્તરાયણના પર્વ પર ભેટ સ્વરૂપ પતંગ અને ફીરકી આપવામાં આવતી હોય છે.

પ્રસંગ હોય કે તહેવાર ખાણીપીણી હોય કે પછી પ્રવાસ દરેક પળને અલગ અંદાજમાં ઉજવણી કરવાને કારણે દુનિયામાં સુરતીઓએ આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે ઉત્તરાયણ પર્વને પણ યાદગાર અને અનોખો બનાવવા એક જ્વેલર્સે બનાવી છે. ચાંદીની ફીરકી અને પતંગ. જ્વેલર્સ વેપારીએ બનાવેલી ચાંદીની ફીરકી અને પતંગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

Advertisement

Another sight added to this city of Gujarat! Silver spinners and kites became the center of attraction

ઉતરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ચાંદીના પતંગ અને ફીરકી નાની અને મોટી બંને સાઈઝમાં બનાવવામાં આવી છે. વેપારીએ આ ખાસ પતંગ પોતાના પ્રિયજનને આપવા માટે તૈયાર કરાવી છે. પરંપરા મુજબ ઉત્તરાયણના પર્વ પર ભેટ સ્વરૂપ પતંગ અને ફીરકી આપવામાં આવતી હોય છે.

ચાંદીની ફિરકી અને પતંગની વિશેષતા
ચાંદીના ફિરકી અને પતંગની ખાસિયતની વાત કરવામાં આવે તો નાની મોટી સાઈઝમાં તૈયાર કરવામાં આવી છે. મોટી પતંગ 350 ગ્રામના ચાંદીમાં તૈયાર થઈ છે જેની કિંમત 35 થી 40 હજાર રૂપિયા સુધીની છે. જ્યારે બીજી બાજુ નાની પતંગ માત્ર 7 ગ્રામ લઈને 125 ગ્રામ સુધીની ચાંદીમાં તૈયાર થઈ છે. જેની કિંમત 20,000 રૂપિયા સુધી છે મોટી પતંગ એક દોઢ ફૂટે લાંબી છે.

આ ચાંદીની પતંગ બનાવનાર પંકજ ખેતાને જણાવ્યું હતું કે, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં પતંગ મહોત્સવ પર લોકો પોતાના પ્રિયજનોને પતંગ ભેટમાં આપતા હોય છે. ખાસ કરીને લગ્ન સમારોહમાં પણ પતંગ ઉપહાર તરીકે આપવામાં આવે છે જોકે હાલ ઉતરાયણ નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરતના એક ટેક્સટાઇલના વેપારીએ પોતાના પ્રિયજનને પતંગ અને ફીરકી આપવા માટે ખાસ ચાંદીની પતંગ અને ફીરકીનો ઓર્ડર આપ્યો હતો જેના અનુસંધાને અમે ચાંદીની પતંગ અને ફીરકી બનાવી હતી.

સાથે પંકજ ખેતાને જણાવ્યું હતું કે એક મહિનાની મહેનત બાદ આ પતંગ તૈયાર અને ફીરકી તૈયાર કરવામાં આવી છે. રજવાડી ડિઝાઇન અને ખાસ કરીને મીનાકારી કરીને આ પતંગને ડિઝાઇન આપવામાં આવ્યું છે હાલ આ એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ લોકો જોઈ રહ્યા છે. કારણ કે સોના અને ચાંદીના ભાવ ભવિષ્યમાં બધી પણ શકે છે બીજી બાજુ જે ફીરકી તૈયાર કરવામાં આવી છે તે પણ ખાસ છે જે ફીરકી તૈયાર કરાઈ છે તે ચાંદીમાં છે અને જેમાં 1000 વાર સુધીનો દોરો પણ લે પેટી શકાય છે અને લોકો આ ફિરકીને વાપરી પણ શકે છે.

Advertisement
error: Content is protected !!