Sihor
સિહોર મામલતદાર કચેરી નજીક ટ્રક અને વચ્ચે અકસ્માત – સદનસીબે કોઈ જાનહાનિ નહિ

દેવરાજ
સિહોર મામલતદાર કચેરી નજીક ટ્રક અને વચ્ચે અકસ્માત સર્જાયો હતો બનાવમાં અન્ય કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આજે બપોરે સાડા ત્રણ કલાકે આસપાસ સિહોર નજીક ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર આવેલ મામલતદાર કચેરીની સામે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
જોકે બનાવમાં કોઈને ઈજા થવા પામી ન હતી પરંતુ થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે રોડને ખુલ્લો કરાવાયો હતો. સિહોર તરફથી આવી રહેલા ટ્રક ભાવનગર તરફ જઈ રહ્યો હતો તે અરસામાં સામે થી કાર સાઈડ ઓવરટેક કરવા જઈ રહ્યા હતા તે અરસામા ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો બનાવમાં કોઈને ઇજા થવા પામી ન હતી