Sihor
સિહોરના સોનગઢ સ્ટેશનના ઈમાનદાર યાત્રી સહાયક (કુલી)ની મદદથી મુસાફરની કિંમતી ચીજવસ્તુઓથી ભરેલી ટ્રોલી બેગ પરત મળી

પવાર
પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનનો સ્ટાફ તેના સમ્માનનીય ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા અગ્રેસર છે. આ ક્રમમાં, 28 નવેમ્બર, 2022 (સોમવાર) ના રોજ, સોનગઢ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર છૂટેલો ટ્રોલી બેગ યાત્રી સહાયક (કુલી) શ્રીમતી હીરાબેન વિઠ્ઠલભાઈ ધામેચાની પ્રામાણિકતાથી મુસાફરને પરત કરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, સોનગઢ સ્ટેશન પર સોમવારે સવારે બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેન (12971) દ્વારા આવેલા મુસાફર શ્રી પ્રવીણ સોલંકીની કિંમતી ચીજવસ્તુઓથી ભરેલી ટ્રોલી બેગ પ્લેટફોર્મ નંબર 01 પર ભૂલવશ છોડી દેવામાં આવી હતી.
જેને યાત્રી સહાયક શ્રીમતી હીરાબેન વિઠ્ઠલભાઈ ધામેચાએ નિહાળી અને પોતાની પ્રામાણિકતા દાખવીને સ્ટેશન માસ્તરની કચેરીને સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ શ્રી આર. એન. સોલંકીને સોંપી હતી. આ અંગેની જાહેરાત એનાઉંસમેન્ટ સિસ્ટમ દ્વારા વારંવાર કરવામાં આવી હતી. ઘોષણા સાંભળીને, મુસાફર તરત જ સ્ટેશન ઑફિસે પહોંચ્યો, જેને ઔપચારિક પૂછપરછ પછી ટ્રોલી બેગ સોંપવામાં આવી. મુસાફરે ટ્રોલી બેગ સુરક્ષિત રીતે મળવા બદલ રેલવે પ્રશાસનનો આભાર માન્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી મનોજ ગોયલે યાત્રી સહાયક અને સ્ટેશનના તમામ કર્મચારીઓની પ્રમાણિકતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે પ્રશંસા કરી હતી. જે અંગે વરિ. મંડલ વાણિજ્ય પ્રબંધક ભાવનગર પરા માશુંક અહમદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું હતું