Sihor
સિહોરના પ.બ.ગણપુલે મહિલા મંડળ ખાતે મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

પવાર
સામાજિક સુરક્ષા અને હકદારીઓ ને લગતી સહાય વિશે મહિલાઓને માર્ગદર્શન અપાયું
સિહોર પ.બ.ગણપુલે મહિલા મંડળ ખાતે આજરોજ Day-NULM યોજના હેઠળના SHG ને માસિક કેલેન્ડર યોજના અંતર્ગત સિહોર નગરપાલિકા તેમજ મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે સરકાર ની યોજનાઓ સાથે જોડાણ ની થીમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર કચેરીના સમાજ સુરક્ષા વિભાગના કર્મચારીઓ દ્વારા મહિલાઓને વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, વય વંદના સહાય યોજના જેવી મહિલાને લાભ કરતી યોજનાઓ વિશે સચોટ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે જ પ.બ.ગણપુલે મહિલા મંડળમાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા સિહોર નગરપાલિકા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવામાં આવી હતી. સિહોર નગરપાલિકા Day-NULM યોજના હેઠળના SHG ને માસિક કેલેન્ડર યોજના અંતર્ગત આજરોજ સિહોર નગરપાલિકા અને મામલતદાર કચેરી અને પ.બ.ગણપૂલે મહિલા મંડળ ના સંયુક્ત ઉપક્રમે સરકારશ્રીની યોજનાઓ સાથે જોડાણ (સામાજિક સુરક્ષા અને હકદારીઓ)ની થીમ અંતર્ગત આજરોજ તા.૦૨/૦૨/૨૦૨૩ના રોજ પ.બ.ગણપૂલે મહિલા મંડળ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
જેમાં મામલતદાર કચેરીના સમાજ સુરક્ષા શાખાના મામલતદાર સાહેબશ્રીના પ્રતિનિધિશ્રી કમલભાઈ જોષી તેમજ સોહિલખાન બલોચ ઉપસ્થિત રહી વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વયવંદના સહાય યોજના વિગેરે યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ વિવિધ યોજનાકીય ટેમ્પલેટ સખીમંડળના બહેનોને વહેચવામાં આવેલ તેમજ પ.બ.ગણપુલે મહિલા મંડળ ના પ્રતિનિધિ નીતાબેન લુવાણી એ બહેનોને સરકારશ્રીની વિવિધ યોજનાની અને ગણપૂલે મહિલા મંડળના ચાલતી પ્રવૃત્તિ વિશે માર્ગદર્શન આપેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ઓફિસર વિજયભાઈ વ્યાસ સિટી મિશન મેનેજર જયવંતસિંહ ગોહિલ તેમજ જીજ્ઞાબેન દવે અને પ્રીયાંશું ગોહિલે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ.