Bhavnagar
શ્રી કાન્તિસેન શ્રોફ ” કાકા” ના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ભાવનગરમાં ભાતીગળ પુસ્તક મેળાનું આયોજન કરાયું
શ્રી કાન્તિસેન શ્રોફ ” કાકા” ના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટ્યુટ – ભાવનગર દ્વારા આયોજિત ભાતીગળ પુસ્તક મેળાનું આયોજન શુક્રવાર, તા.૨૩/૦૯/૨૦૨૨ નાં રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ,ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી,સરદાર નગર, ભાવનગર શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી શ્રીમતી મીતાબેન દૂધરેજીયા, ન.પા. શિક્ષણ સમિતિમાંથી શ્રી ડો.યોગેશભાઈ ભટ્ટ, શ્રી ધીરેનભાઈ વૈષ્ણવ ભાવનગરનાં જાણીતા ચિત્રકાર અને સંસ્કારભારતીનાં ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ પંડ્યા, ચંદાબા મહિલા સ્વસહાય સંસ્થાનાં ટ્રસ્ટી શ્રીમતી પૂર્ણિમાબેન મહેતા, શ્રીમતી અનુરાધાબેન દવે અને શ્રી રાજલભાઈ ઓઝા તેમજ ભાવનગર કચ્છી સમાજનાં પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ તેમજ પુસ્તકમેળાના સંયોજક શ્રી ગોરધનભાઈ પટેલ(કવી) તેમજ વી.આર.ટીઆઈ સંસ્થાનાં સી.ઈ.ઓ. શ્રી મનુભાઈ ચૌધરી અને ટીમ તથા ભાવનગરનાં ૫૦ જેટલા પુસ્તક રસિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન શ્રી કિશોરસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલું અને આભાર દર્શન શ્રી મનુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પુસ્તક મેળામાં ૨૦ ઉપરાંત વિવિધ પ્રકાશકોનાં વૈવિધ્યસભર પુસ્તકોના પ્રદર્શન અને વેચાણની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે. પુસ્તક મેળામાં બાળ સાહિત્ય, શૈક્ષણિક, આરોગ્યલક્ષી, પ્રેરણાદાયી, મહાપુરુષોનાં ચરિત્રો, નવલકથાઓ, નવલિકાઓ, નિબંધો, ધાર્મિક, વ્યવસ્થાપન, પ્રવાસન મહિલાલક્ષી સાહિત્ય તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનાં ઉત્તમ પુસ્તકો ૪૦% નાં માતબર વળતરથી આપવામાં આવે છે. આ પુસ્તક મેળો તા.૨૪/૦૯/૨૦૨૨ સાજનાં ૭.૦૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જેમની પુસ્તક પ્રેમી જનતાને આ પુસ્તક મેળાનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે.