Connect with us

Sihor

સિહોર રાજગોર શેરીના ચાર શખ્સો સહીત 5 જુગાર રમતા ઝડપાયા

Published

on

5-including-four-persons-from-sihore-rajgore-street-were-caught-gambling

ધ્રુપકા ગામે ખુલ્લી જગ્યામાં જુગારની બાજી મંડાઈ હતી ; સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને સ્ટાફને બાતમી મળી અને ધ્રુપકા ગામે કાફલો ત્રાડકયો ; 5 ને દબોચી લીધા ; 23750 રોકડ મળી આવ્યું

પવાર

સિહોર શહેરમાં આવેલ રાજગોર શેરીના ચાર શખ્સો છેક ધ્રુપકા ગામે કળથિયા વિસ્તારની ખુલ્લી જગ્યામાં જુગાર રમવા ગયા અને પોલીસના હાથે ઝડપાઇ ગયા છે ધ્રુપકા ગામે આવેલ કળથીયા વિસ્તાર પાસે આવેલ ધારમાં ખુલ્લી જગ્યામાં હારજીતના જુગારની બાજી માંડી બેઠેલા સિહોરના ચાર તેમજ ધ્રુપકા ગામના એક શખ્સને સિહોર પોલીસે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધા છે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસના પીઆઇ ભરવાડ અને સ્ટાફને ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે સિહોરના ધ્રુપકા ગામે કળથિયા વિસ્તારની ખુલ્લી જગ્યામાં અમુક શખસો જુગારની બાજી માંડી બેઠા છે

જે હકિકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા સિહોર ધ્રુપકા ગામેથી ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા (૧) વિશાલ અરજણભાઇ મકવાણા (૨) હેમંત મનીષભાઇ મકવાણા (૩) ધર્મેન્દ્ર રમેશભાઇ જાદવ (૪) મીલન નાનુભાઇ બારૈયા (૫) વરૂણભાઇ હર્ષદભાઇ બારૈયા સહિતના મળી આવતા પોલીસે પાંચેય શખ્સોને રંગે હાથ ઝડપી પાડી શખસોના કબજામાંથી રોકડ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ 23750 નો મુદ્દામાલ કબજે લઇ પોલીસે તમામ વિરોધ જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!