Uncategorized
131 વર્ષ બાદ અમેરિકાની ધરતી પર ફરી સનાતન ધર્મની વાત, UN હેડક્વાર્ટરમાં મોરારિ બાપુની કથાનો પ્રારંભ
131 વર્ષ બાદ અમેરિકાની ધરતી પર ફરી સનાતન ધર્મની વાત, UN હેડક્વાર્ટરમાં મોરારિ બાપુની કથાનો પ્રારંભ
દેવરાજ
અમેરિકામાં કથા દરમિયાન મોરારિબાપુએ કહ્યું કે, બોર્ડર પર કથા કરવાની મારી ઈચ્છા છે. જો મને પરવાનગી મળશે, તો હું યુદ્ધ દરમિયાન પણ બોર્ડર પર કથા કરવા તૈયાર છું. 131 વર્ષ બાદ અમેરિકાની ધરતી પર ફરી સનાતન ધર્મની વાત શરૂ થઈ. મોરારિબાપુએ અમેરિકામાં કથાનું આયોજન કર્યું છે. ગઈકાલે યૂનાઈટેડ નેશન હેડક્વાર્ટર ખાતે કથા શરૂ થઈ હતી. જે 4 ઓગસ્ટે સંપન્ન થશે.આ કથા દરમિયાન મોરારિબાપુએ કહ્યું કે, જ્યારે હું શરૂઆતમાં અમેરિકામાં કથાયાત્રા પર હતો, ત્યારે યુનોની આ બિલ્ડગમાં માળા ફેરવતા-ફેરવતા એક પરિક્રમા કરવાનું મન થયું હતું. એ સમયે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે, એક દિવસ આ બિલ્ડિંગની અંદર કથા કરવાનું થશે. આ સાથે જ મોરારિબાપુએ કથામાં કહ્યું કે, બોર્ડર પર કથા કરવાની મારી ઈચ્છા છે. જો મને પરવાનગી મળશે, તો હું યુદ્ધ દરમિયાન પણ બોર્ડર પર કથા કરવા તૈયાર છું. બાપુએ કહ્યું કે મારું ચાલે તો યુનોની બિલ્ડિંગ પર પ્રેમ દેવો ભવ: લખાવી દઉં. વધુમાં કહ્યું કે, માન્યતા મળે એનું કોઈ મૂલ્ય નથી, ધન્યતા મળવી જોઈએ. માન્યતા બે કોડીની હોય છે, બે મિનિટમાં કોઈ છીનવી લેશે. ત્રિભુવનની કૃપાથી ત્રિભુવનનીય ગ્રંથ લઈને આવ્યો છું. બાપુએ કહ્યું કે કોઈ મંજૂરી આપે તો જ્યાં યુદ્ધો ચાલી રહ્યા છે એ સરહદ ઉપર પોથી લઈને જાવા તૈયાર છું, એ બંને તરફથી શસ્ત્ર ફેકશે અને વચ્ચે હું શાસ્ત્ર રાખીશ.