Uncategorized
સહકારી બેંકોમાં ટેકનિકલ ક્ષતિ: કલીયરીંગ વેરવિખેર
સહકારી બેંકોમાં ટેકનિકલ ક્ષતિ: કલીયરીંગ વેરવિખેર
સિહોર સહિત રાજયભરની સહકારી બેંકોને અસર : 1000 કરોડથી વધુના વહેવારો અટવાયા
પવાર
રાજ્યમાં સહકારી બેન્કોનું કામકાજ અટકી પડ્યુ છે, છેલ્લા ત્રણ દિવસથી એટલે કે રવિવારથી રાજ્યની અનેક સહકારી બેન્કોમાં ટેકનિકલ એરર આવવાના કારણે ટ્રાન્ઝેક્શનો થઇ શકતા નથી, આ સર્વિસ હજુપણ ડાઉન છે, જેના કારણે હાલમાં રાજ્યમાં 21 બેન્કોના 1000 કરોડના ટ્રાન્ઝેક્શનો ખોરવાયા છે. ખાસ વાત છે કે, ટેકનિકલ ક્ષતિના કારણે સોફ્ટવેર બંધ પડતા રાજ્ય ઉપરાંત સમગ્ર દેશની 356 બેન્કોના ટ્રાન્ઝેક્શનને પણ અસર પહોંચી છે.છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં સહકારી બેન્કોનું કામકાજ ખોરંભે ચઢ્યુ છે. રાજ્યની 21 બેન્કોના 1000 કરોડના ટ્રાન્જેક્શન અટકી પડ્યા છે અને આની અસર દેશની 356 બેન્કો પર પણ પડી છે, તમામ ટ્રાન્ઝેક્શનો રવિવાર સાંજથી જ બંધ થઇ ગયા છે. તપાસમાં સામે આવ્યુ છે કે, ખાસ પ્રકારનું સોફ્ટવેરનો ઉપયોગ કરતી બેન્કોના કામકાજ પર સોફ્ટવેર એરરની અસર દેખાઇ છે, જોકે, આ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનના ડેટા સલામત હોવાનું કહેવાઇ રહ્યું છે. અચાનક ઠપ્પ પડી ગયેલા બેન્કિંગ કામકાજ પર RBI એ પણ માહિતી આપી અને જણાવ્યુ હતુ કે, સ્થિતિ સામાન્ય થશે ત્યારબાદ બેન્કિંગ કામકાજ શરૂ કરાશે. દેશની 356 બેન્કોના 5 હજાર કરોડના લેવડદેવડ પર અસર પહોંચતા જ આરબીઆઇએ તપાસ હાથ ધરી હતી અને ફોરેન્સિક ઓડિટ કરાવીને રેન્સમવેર શોધી કાઢ્યું હતુ. આરબીઆઇએ જણાવ્યુ કે, રેન્સમવેરનો એટેક બ્રોન્ટા ટેક્નોલોજીસની ઓસ્ટા નામની એપ પર થયો છે, જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી UPI સહિતના ડિજીટલ ટ્રાન્ઝક્શનને પણ અસર પહોંચી છે. બ્રોન્ટા ટેક્નોલોજી એ C-Edge કંપની સાથે જોડાયેલી છે. સોફ્ટવેરની તપાસ બાદ ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો શરૂ કરાશે, આમાં ખાસ કરીને રાજ્યમાં સહકારી બેન્કો એટલે કે જિલ્લા સહકારી બેન્કો, અર્બન કોઓરેટિવ બેન્કો અને ડિસ્ટ્રીક્ટ બેન્કોને વધુ અસર પહોંચી છે.