Latest News
રાજપૂતો ભેગા મળી રૂપાલાને ચૂંટણી હરાવો’, આખરે જામ સાહેબે મૌન તોડી ક્ષત્રિયોને કર્યો હુંકાર
રાજપૂતો ભેગા મળી રૂપાલાને ચૂંટણી હરાવો’, આખરે જામ સાહેબે મૌન તોડી ક્ષત્રિયોને કર્યો હુંકાર
રાજકોટ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ જામનગર રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રથમ વખત પ્રેસ રીલીઝ જાહેર કરી પોતાનું નિવેદન આપ્યું છે.
બરફવાળા
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન પર રાજનીતિ ગરમાઈ રહી છે. ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. જેના કારણે રૂપાલાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક ક્ષત્રાણીઓ દ્વારા જૌહરની જાહેરાત કરવામાં આવી હતી. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ. એવું લાગતું હતું કે વિવાદનો અંત આવી જશે પરંતુ તેવું ના બન્યું વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે. રૂપાલાના વિવાદમાં અનેક ક્ષત્રિય રાજવીઓની પ્રતિક્રિયા સામે આવી હતી. રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે હવે જામનગરના રાજવી પરિવારના જામ સાહેબે પુરુષોત્તમ રૂપાલાને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી નહીં પરંતુ એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપુતોએ માત્ર હિંમત નહીં પરંતુ એકતા દાખવી બતાવી દેવાનું છે કે રાજપૂતો હજુ ભારતમાં જ છે. રાજપુતો ભેગા મળી અને પરસોત્તમ રૂપાલાને ચૂંટણી હરાવો. બહેનોએ હિંમત દર્શાવી એ ધન્યવાદને પાત્ર, પરંતુ હાલના સમયમાં “જોહર”નો પ્રશ્ન તેમની સામે જામસાહેબે ટીકા કરી છે જામનગર રાજવી પરિવારના જામશત્રુશલ્યસિંહજીએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે. પ્રેસ રિલીઝમાં અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કે કોઈ આપણું ખરાબ બોલી અપમાન કરે તો તેના અનુસંધાને પોતાની જાતને ભયંકર સજા ન આપવાની હોય પરંતુ અયોગ્ય વાત બોલવાનો ગુન્હો કરે તેની સજા થવી જોઈએ. જે બહેનોએ આ હિંમત દર્શાવી તેને મારા ધન્યવાદ છે. પરંતુ જે કાર્યની સંકલ્પ કર્યો હતો તેની હું ટીકા કરું છું કારણ કે જૌહરનો પ્રશ્ન આ કિસ્સામાં બિલ્કલ ઉપસ્થિત થતો નથી.