Connect with us

Uncategorized

મોટાભાગના રાજનેતાઓનો ઉદ્દેશ્ય ફક્ત પૈસા…’, ગુજરાત ભાજપના કદાવર નેતાએ વગાડી ખતરાની ઘંટડી

Published

on

મોટાભાગના રાજનેતાઓનો ઉદ્દેશ્ય ફક્ત પૈસા…’, ગુજરાત ભાજપના કદાવર નેતાએ વગાડી ખતરાની ઘંટડી

કુવાડીયા
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબાર અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટને લીધે ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ મૂકીને રાજકીય નેતાઓ અને આગેવાનો સામે પ્રજાના આક્રોશની વાત મૂકી છે. તેમણે લખ્યું છે કે ‘મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ “અનિવાર્ય અનિષ્ટ” છે જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કંઈ નથી!’ વાત જાણે એમ છે કે રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ કેટલાક સ્થાનિક પક્ષ અને વિરોધ પક્ષના નેતા શહેરની મુલાકાતે આવતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તેમણે ‘X’ પર  લખ્યું કે, ‘જનતાનો આક્રોશ રાજકીય નેતાઓ અને આગેવાનો માટે ખતરાની ઘંટી સમાન છે. નેતાઓ પ્રત્યે લોકામાં રોષને લઈને અમરેલીના ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું કે, અતિવૃષ્ટિ પછી વડોદરા અને અન્ય સ્થળોએ રાજકારણીઓ પ્રત્યે વ્યક્ત થઈ રહેલો લોકોનો આક્રોશ પોતાને નેતા અને આગેવાન માનતા દરેક રાજકીય વ્યક્તિ માટે ખતરાની ઘંટડી સમાન છે. મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ અનિવાર્ય અનિષ્ટ છે જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કંઈ નથી!’

Continue Reading
Advertisement
error: Content is protected !!