Bhavnagar
ભાગ્યે જ જોવા મળે છે સિંહ પરિવારનાં આવાં અદભુત દૃશ્યો
બરફવાળા
ભાવનગર ; એક તરફ લીલી હરિયાળી વચ્ચે બેસેલું સાવજોનું ઝુંડ, તો બીજી તરફ સિંહણ સાથે લટાર મારતા વનરાજા
સૌરાષ્ટ્ર એટલે સિંહોનું વતન કહેવાય.. અહીં દર વર્ષે સિંહોની વસતિ વધતી રહે છે. બીજી બાજુ સિંહની જે રહેઠાણ માટેની મર્યાદિત જગ્યાઓ હતી તે હવે માનવ વસવાટના કારણે ભલે ઘટી હોઈ પરંતુ સરકારે બૃહદ વિસ્તારનો એરિયા વધાર્યો છે. જે મુજબ હવે ગીરના સિંહ ભાવનગરની ભાગોળ સુધી પહોંચ્યા છે. એટલું જ નહીં ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થયો છે. સિંહોના સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાઇરલ થતા હોય છે, પરંતુ આજે અમે તમને ભાગ્યે જ જોવા મળતા હોય છે. ગીરનો સાવજ હવે ગોહિલવાડનો સાવજ પણ બની ગયો છે. ભાવનગર જિલ્લાના જેસર, પાલિતાણાના ભંડારિયા અને તળાજા જેવા દરિયાકાંઠાનાં ગામો અને વાડી વિસ્તારોમાં સાવજોએ વસવાટ પુનઃ સ્થાપિત કર્યો છે. અહીં અનેકવાર સિંહ પરિવારો લટાર મારતા હોય તેવો વીડિયો જોવા મળતા હોય છે. જિલ્લામાં સિંહો કેટલા છે, કયા વિસ્તારોમાં છે એ જાણવા અને ડોક્યુમેન્ટરી બનાવવા માટે ડીએફઓ સાદિક મુંજાવરાએ સિંહોના ટોળાનો અદ્દભુત વીડિયો ડ્રોન કેમરામાં કેદ કર્યો છે. જેમાં ચારેબાજુ લીલી હરિયાળી વચ્ચે ક્યાંક આંટા મારતા સિંહો તો ક્યાંક આરામ ફરમાવતાં જોવા મળે છે. ડીએફઓ સાદિક મુંજાવરાએ ડ્રોનમાં કેદ કરેલા સાવજોના વીડિયોમાં ક્યાંક વનરાજ લટાર મારી રહ્યા છે, ક્યાંક પોતાની મસ્તીમાં મશગૂલ તો ક્યાંક આરામ ફરમાવતા જોવા મળે છે. ક્યાંક લીલી હરિયાળી વચ્ચે બેસેલું સાવજો ઝૂંડ દેખાય છે, તો ક્યાંક સિંહણ સાથે લટાર મારતા વનરાજા જોવા મળે છે. આ અંગે ભાવનગરના ડીએફઓ સાદિક મુંજાવરે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં 70થી વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે. જેમાં જિલ્લાના મુખ્ય ચાર તાલુકાઓ સિંહોના વસવાટ માટે શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યા છે. મહુવા, જેસર, પાલિતાણા અને સિહોર કે જ્યાં સિંહ વસવાટ કરી રહ્યા છે. જમીન વિસ્તારમાં 57 જેટલા સિંહનો વસવાટ થયેલો છે. જ્યારે દરિયાઈ પટ્ટી ઉપર 17 જેટલા સિંહ નોંધાયેલા છે. સિંહની દર મહિને અવલોકન કરવાની કામગીરી પણ કરવામાં આવે છે અને સિંહો માટે ઠેરઠેર પાણીની પણ વ્યવસ્થાઓ કરવામાં આવે છે, હાલ ધીમે ધીમે સિંહોની વસ્તી વધી રહી છે.