Connect with us

farmer

ખેડૂતોને સહાય ન આપે તો ગામડે ગામડે સ્થાનિક ચૂંટણીમાં ભાજપ વિરોધ મતદાન ; ક્રિપાલસિંહ ગોહિલ

Published

on

ખેડૂતોને સહાય ન આપે તો ગામડે ગામડે સ્થાનિક ચૂંટણીમાં ભાજપ વિરોધ મતદાન ; ક્રિપાલસિંહ ગોહિલ


તા ૨૧ અને ૨૨ના વરસાદથી ખેડૂતોને ભારે નુક્સાન, ખેડૂતોના ઘરે દિવાળી સમયે હોળી, વળતર ત્વરિત જાહેર કરવા સિહોર તાલુકાના સરપંચોની રજુઆત : તાલુકાના વિવિધ ગામના સરપંચોની માગ, ‘સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે : દિવાળીમાં ખેડૂતના ઘરે હોળી, સહાય ન આપે સ્થાનિક ચૂંટણીમાં ભાજપ વિરોધ મતદાન : ક્રિપાલસિંહ ગોહિલ


પવાર
નવરાત્રી બાદ પણ કમોસમી વરસાદે ખેડૂતોના મોંએ આવેલો કોળીયો ઝુંટવી લીધો હોવાથી ખેડુતોના ઘરે દિવાળી ટાણે હોળી સર્જાઈ એવુ ચિત્ર ઉભુ થતા સિહોર તાલુકા સરપંચ પરિષદે મામલતદાર મારફત રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના હિતમાં સર્વ કરાવી સહાય પેકેજ જાહેર કરવા માંગણી કરી હતી. સિહોર તાલુકા સરપંચ પરિષદના ઘનશ્યામભાઈ મોરી, નાગજીભાઈ આલ, ક્રિપાલસિંહ ગોહિલ, ખીમજીભાઈ રાઠોડ, ભવદીપસિંહ ગોહિલ સહિતની આગેવાની હેઠળ વિવિધ ગામના સરપંચોએ મામલતદારમાં પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સિહોર તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં ગત અઠવાડીયાએ ભારે વરસાદ પડતા અતિવૃષ્ટિ સર્જાઈ હતી. ખાસ તા ૨૧ અને ૨૨ના રોજ ફરી કમોસમી વરસાદ પડતા ખેડુતોના મોંએ આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો છે. મગફળી અને કપાસનો બચેલો પાક નિષ્ફળ ગયો છે. કાપણી સમયે માવઠાથી ખેડુતોના ઘરોમા દિવાળી ટાંણે હોળીનો માહોલ સર્જાયો છે. ખેડુતોના ઘરે દિવાળીએ હોળીની મોકાણ મંડાઇ છે. ત્યારે તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવામા આવે તો ખેડુતોના ઘરોમા દિવાળીનો ઉમંગ ઉજવાઈ શકે, અંતના દિવસોમાં કમોસમી વરસાદથી ખેડુતોના વિવિધ પાકને પણ પારાવાર નુકસાન થયુ હોય એ ધ્યાને લેવા અને પાછોતરા વરસાદથી સારી ઉપજ લઈ શક્યા નથી. વરસાદ મા ફસલ ધોવાઈને નષ્ટ થઈ છે. પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જેમાં ખેડૂતોના મગફળી, કપાસ, સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો મહામૂલો પાક બરબાદ થતાં સિહોર તાલુકાના વિવિધ ગામના સરપંચોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલને સંબોધીને સિહોર તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપ્યું અને પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરી સહાય પૂરી પાડવા સરકાર સમક્ષ માગ કરી છે. 


ખેડૂત હમેશા નોંધારો છે, અમારા ખેડૂતોની દિવાળી બગડી ; ઘનશ્યામભાઈ મોરી


વરસાદ પડવાથી મગફળી, કપાસ, સરઘવો ઘાસચારામા નુકસાન થવા પામ્યું છે, ખેડૂતોએ મગફળી ખેંચી ને ખુલ્લાં ખેતર પડી હતી અને વરસાદ પડવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, દિવાળી નુ મહાપર્વ આવી રહ્યું છે ત્યારે ખેડૂતોને ઘણીબધી આંસ લયને બેઠાં હોય છે બાળકોના કપડાં, ભણવાની ફી, વહેવારમાં માણસોને દિવાળીનાં વદાડ દયને બેઠાં છે કે આપણે દિવાળી પર ખેતીની ઉપજ આવશે ત્યારે લોકોનાં મોઢે રહેશું પણ ત્યા તો કુદરત પણ રુઠ્યો અને ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યુ ખેડૂત જાય તો પણ જાય ક્યા કોની પાસે જાય ખેડૂત નોધારો આધાર ખેડૂત ખુદ નોધારો થતો જાય છે ત્યારે સરકાર પાસે એક જ માગણી છે કે સહાય જાહેર કરે તેવું ઘનશ્યામભાઈ મોરીએ જણાવ્યું હતું.


તત્કાલ સહાય આપો અન્યથા સ્થાનિક ચૂંટણીમાં ભાજપ વિરોધ મતદાન ; ક્રિપાલસિંહ ગોહિલ

ખેડૂતોની દિવાળી બગડી છે. આખું વર્ષ ખેડૂતો કઠિન મહેનત કરતા હોય છે તનતોડ મહેનત અને ભારે ખર્ચ કર્યા બાદ ખેડૂતોને જ્યારે પૂરતા ભાવ ન મળે ત્યારે ખેડૂતો ખેતીથી દૂર ભાગતા હોય છે. હાલમાં તનતોડ મહેનત કરતા ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે કુદરત રૂઠે છે. તા ૨૧ અને ૨૨ બે દિવસના વરસાદે ખેડૂતોનો સત્યાનાશ કરી દીધો છે. ત્યારે સરકારે યોગ્ય સર્વે કરવો જોઈએ અને ખેડૂતોને સહાય પૂરી પાડવી જોઈએ, જો આમ ન થાય તો સ્થાનિક ચૂંટણીમાં ખેડૂતો ભાજપ વિરોધ મતદાન કરશે તેવું ક્રિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું.

error: Content is protected !!