Uncategorized
ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારે ભંડારીયા બહુચરાજી અને મહાદેવ ગાળા ખાતે દર્શન કર્યા


ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારે ભંડારીયા બહુચરાજી અને મહાદેવ ગાળા ખાતે દર્શન કર્યા
કુવાડીયા
ભાવનગર રેન્જ વિભાગના પોલીસ મહા નિરીક્ષક ગૌતમ પરમારે નવરાત્રી મહોત્સવ અંતર્ગત બુધવારે ભંડારિયાના પ્રસિદ્ધ બહુચરાજી માતાજી મંદિરે દર્શન કર્યા હતા અને અહી ઉજવતા નવરાત્રી મહોત્સવની માહિતી મેળવી અભિભૂત થયા હતા. ટ્રસ્ટીઓ તથા સેવકગણ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું. નોરતાની ઉજવણીમાં પશ્ર્ચિમી સંસ્કૃતિના આક્રમણ વચ્ચે ગ્રામ્ય પંથકમાં હજુ પણ આધ્યાત્મિકતા સાથે શાસ્ત્રોકત પરંપરા જળવાઈ છે અને શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિર તેમાં અગ્રેસર છે તે જાણી તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો. મંદિર દ્વારા યાત્રિકો માટેની વ્યવસ્થા સહિતની બાબતોની પણ તેમણે માહિતી મેળવી અને ભાવુક થઈ માતાજીને માથું ટેકવ્યું હતું. ઉપરાંત સાણોદર ડુંગરમાં પ્રકૃતિની ગોદમાં આવેલ મહાદેવ ગાળા મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહીંની આબોહવા, વહેતા ઝરણા અને આધ્યાત્મિકતાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. પૂ. મધુમતાજી તથા સેવકગણ દ્વારા પોલીસ મહા નિરીક્ષકને આવકાર અપાયો હતો.