Uncategorized
ગુરુના ચરણોમાં મારે કાયમ રે દિવાળી : કાલે ગુરુવંદનાનો અવસર
ગુરૂ ગોવિંદ દોનો ખડે, કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપ કી, ગોવિંદ દિયો મિલાય
ગુરુના ચરણોમાં મારે કાયમ રે દિવાળી : કાલે ગુરુવંદનાનો અવસર
પેટા
તસ્મૈ શ્રી ગુરવે નમ: કાલે ગુરૂપૂર્ણિમા પર્વ : ગુરૂ વંદનાનો દિવ્ય અવસર ; ગરુબ્રહ્મા ગુરુવિષ્ણું ગુરુદેવો મહેશ્વર, ગુરુસાક્ષાત પરબ્રહ્મા તસ્મૈશ્રી ગુરુવે નમઃ ગુરુપુર્ણિમા નિમિતે મંદિરો, ધર્મસ્થાનો, શૈક્ષણીક સંકુલોમાં ગુરૂ પુજન અર્ચન, ભક્તિ સંગીત, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો
મેટર ; દેવરાજ
જેમને જીવનમાં સાચા ગુરુનો ભેટો થઇ જાય છે, તેમનું જીવન ધન્ય બની જાય છે. અજ્ઞાનના અંધારા ઉલેચી જ્ઞાનના અજવાળા પાથરે એ શ્રેષ્ઠ ગુરૂ… આવા ગુરૂઓને વંદન કરવાનો પાવન અવસર એટલે ગુરૂપુર્ણીમાં! કાલે રવિવારે આવો પાવન અવસર હોય ગુરૂભકતો અને શિષ્ય સમુદાય દ્વારા ગુરૂપુજન – વંદનના વિવિધ સ્થળોએ કાર્યક્રમો આયોજીત થયા છે. ગુરૂ ગોવિંદ દોનો ખડે, કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી, ગોવિંદ દિયો મિલાય, ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરૂનું મહત્મ્ય સવિશેષ છે. ગુરૂ એટલે અંધકાર અજ્ઞાનને દુર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર, ગુરૂ આપણા જીવનમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દુર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે. આવતીકાલે ગુરૂપૂર્ણિમા છે. જેને વેદવ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. સિહોર સહિત સમગ્ર પંથકમાં આવતીકાલે ગુરૂપૂર્ણિમા પર્વ અનેરી શ્રધ્ધા અને ભકિત સાથે ઉજવાશે. ગુરૂપૂર્ણિમા પર્વ અનેરા ઉલ્લાસ સાથે ઉજવાશે, ચરણપાદુકા પૂજન, ગુરૂ પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે. હજારો ગુરૂભકતો દર્શન-વંદન તથા મહાપ્રસાદનો લાભ લેશે.