Bhavnagar
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે મતદાન કર્યું

કુવાડિયા
ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ એ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું.ભાવનગરની ક્ષત્રિય કુમારશાળા ખાતે ભાવનગરના સ્ટેટ યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. યુવરાજે કહ્યું હતુ કે, લોકશાહીની શરૂઆત ભાવનગરથી થઇ હતી, જયારે ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી નેક નામદાર મહારાજા સાહેબશ્રી કુષણકુમારસિહજીએ પોતાનું રાજ્ય સરદાર પટેલને સમર્પિત કર્યું હતું અને ભાવનગરના લોકોને સ્વતંત્રતાની તાકાતનો પરિચય કરાવ્યો હતો. મત આપવો આપણો અધિકાર છે અને આપણી ફરજ પણ છે.