Bhavnagar
એરુંના ડંખથી બચી જશો, પણ મારા ડંખથી તમારી ત્રણ પેઢી નહીં બચે’, પોલીસ અધિકારીને ભાજપના એજન્ટ ગણાવી ખુલ્લેઆમ ચીમકી
કુવાડિયા
ભાજપના એજન્ટ બનીને ચાલતા પોલીસમેનો સાપના ડંખથી બચશે, મારા ડંખથી નહીં બચે – સાવરકુંડલાના ધારાસભ્યનો વિડીયો વાયરલ – રાજકારણમાં ખળભળાટ
સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂધાત પ્રચારમાં હવે આક્રમક મૂડમાં જોવા મળ્યા. એક સભા દરમિયાન તેમણે પોલીસ અધિકારીનું નામ લીધા વગર આક્રમક ભાષણ આપ્યું. અહીં લોકોને સંબોધન આપતા સમયે એક મોટા લેવલના અધિકારી વિશે તેઓ બોલ્યા, હું બીજા પોલીસકર્મીઓની વાત નથી કરતો, માત્ર એક મોટા અધિકારીની વાત કરું છું, જેઓ આજકાલ ભાજપના પ્રમુખ બનીને કામ કરી રહ્યા છે. પ્રતાપ દૂધાતે તો ત્યાં સુધી કહી દીધું કે પહેલી તારીખ સુધી પોલીસની છે, પછી બીજી તારીખ મારી છે.
રાજકોટમાં પોલીસે કોંગ્રેસના નેતાઓ સામે ચેપ્ટર કેસોની તજવીજ હાથ ધરતા ઉગ્રતા વ્યાપ્યા બાદ હવે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પોલીસના કેટલાક કર્મચારીઓ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હોવાનું કહીને એવી ચિમકી આપી હતી કે તમે સાપના ઝેરથી બચી શકશો પણ મારા ડંખથી નહી બચી શકો, ગામડાની પરંપરા પ્રમાણે ત્રણ પેઢી સુધી વેર નહીં ભુલું, તમારા સંતાનો પાસે પણ હિસાબ માંગીશ. આ ધારાસભ્ય તા.1 સુધી પોલીસનો સમય છે, બીજી તારીખથી પ્રતાપ દુધાત છે અને અમે એ કોંગ્રેસી છીએ છોડીશું નહીં. તેમ ચિમકી આપી તે વિડીયો આજે વાયરલ થતા ભારે ચકચાર જાગી હતી.ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ પોલીસના કેટલાક કર્મચારીઓ માટે પક્ષપાત રાખશો તો તા. 1 પછી પાંચ વર્ષ સુધી તમારો પીછો નહીં છોડુ તેમ ચિમકી આપી હતી.