Sihor
સિહોર પાલિકાની સરકારી જમીન પર વ્યાપક દબાણ – હનુમાનધારા પાસે ગેરકાયદેસર બાંધકામ – તંત્ર પોહચ્યું
પવાર
- કોઈ રાવળદેવ નામના ઇસમે બાંધકામ કરી મકાન બનાવી લીધું, તંત્ર પોહચ્યું, અને સૂચનાઓ આપવામાં આવી, જાહેર રસ્તાઓ પર થતા દબાણથી સાંકડા બનેલા રોડ પર અકસ્માતનો મોટો ભય
સિહોરના જાહેર રસ્તાઓ પર સરકારી જમીનો પર વ્યાપક દબાણ થયુ હોય રસ્તા સાંકડા બની રહ્યા છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે. જેથી તંત્ર દ્વારા આવા દબાણો દુર કરવા તજવીજ હાથ ધરવી જરૂરી બની છે સિહોરના હનુમાનધારાના રસ્તા પાસે ધાર્મિક સ્થળના નામે મંદિર ની આડ માં કોઈ રાવળદેવ નામના આસામી વિરૂદ્ધ દ્વારા ગેર કાયદેસ રમકાન બનાવી રહેલ હોય જે અંગે સ્થાનિક દ્વારા સિહોર નગરપાલિકા ના ચીફ ઓફિસર મારકણા.
એન્જિનિયર નીતિન પંડ્યા,બાંધકામ વિભાગના મનસુખ પરમાર સહિત નો કાફલો ગેરકાયદેસર મકાન હટાવવા ગયેલ પરંતુ આસામી એ પોતે જાતે મકાન બાંધકામ હટાવવી દેવાની ખાત્રી આપેલ તેમજ 24 કલાક ની મુદત આપેલ આ સાથે ત્યાં સ્થાનિક કોઈ ઇસ્માઇલભાઇ ભગારી દ્વારા રોડની બન્ને સાઈડ અડચણ રૂપ અને છાસવારે બનતા અકસ્માત આ ભગારનો માલસામાન રાખેલ હોય જે અંગે સ્થળ ઉપર માલ સમાન હટાવવાની ચેતવણી આપવામાં આવી હતી.
સિહોર નગરપાલિકાની માલિકીની જમીનો ઉપર ગેરકાયદેસર કરોડો રૂપિયાની જમીનો ઉપર દબાણ કરી નાખવામાં આવ્યા છે. જેના કારણે દિનપ્રતિદિન ટ્રાફીક સમસ્યા પણ વધતી જાય છે. સિહોર નગરપાલિકાના જવાબદાર અધિકારી તથા રેવન્યુ ખાતાના જવાબદાર અધિકારી તેમજ આરએમબીના જવાબદાર અધિકારી જો આવા દબાણો પર બુલડોજર ફેરવામાં આવે તો સરકારી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી થઇ શકે અને રસ્તા સુગમ બની શકે.