Sihor
સ્વાગત હૈ ; સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત બાદ સિહોરના રેસ્ટ હાઉસથી એકતા સોસાયટી સુધીના રોડનું કામ શરૂ
Pvar
રેસ્ટ હાઉસથી એકતા સોસાયટી સુરકાના દરવાજા સુધીના ખખડજન રોડની અનેક રજુઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ, હરેશ પવારની સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેખિત રજુઆત બાદ આરસીસી રોડનું કામ શરૂ.
સરકારના સ્વાગત કાર્યક્રમને લઈ જિલ્લામાં અનેક પડતર રહેલા વિકાસના કામોમાં ગતિ આવી છે, બે દિવસ પહેલા પાલીતાણા ડીવાયએસપીની હાજરીમાં સિહોર ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક પડતર પ્રશ્નોની રજુઆત અરજદારો દ્વારા થઈ હતી. જેમાં ખાસ ખખડજન રોડ રસ્તા બાબતે વ્યાપક ફરિયાદો જોવા મળી હતી.
શહેરના રેસ્ટ હાઇસથી સુરકાના દરવાજા અને એકતા સોસાયટી સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસમાર હાલતમાં છે. જે બાબતે જાગૃત નાગરિક, કાર્યકર્તા, પત્રકાર, હરેશ પવાર દ્વારા મુખ્યમંત્રી અને ધારાસભ્ય સાથે સ્થાનિક તંત્રને સુધી રજુઆત કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર રાજ્યમાં સ્વાગત કાર્યક્રમની વિસ વર્ષની ઉજવણી થઈ રહી છે બે દિવસ પહેલા સિહોર ખાતે પાલીતાણા ડીવાયએસપી, સિહોર મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
જે કાર્યક્રમમાં હરેશ પવારે રેસ્ટ હાઉસથી એકતા સોસાયટી સુરકાના દરવાજા સુધીના ખખડજન રોડની રજુઆતો કરી હતી જે જ્યાને લઈ તંત્ર દ્વારા હાલ તાત્કાલિક આરસીસી રોડનું કામ શરૂ કર્યું છે. જાગૃત નાગરિક, કાર્યકર્તા, પત્રકાર, હરેશ પવારની સફળ રજુઆતને લઈ રોડનું કામ શરૂ થતાં લોકોમાં રાહતની લાગણી વ્યાપી છે