Sihor
તંત્રની લાપરવાહી : સિહોરના વળાવડ ગામ વિસ્તારમાં પાણી પુરવઠાની મેઇન લાઈન ઘણા સમયથી તૂટેલી હોવાથી પાણી વેડફાઈ રહ્યું છે
પવાર
સિહોર તાલુકાનાં વળાવડ ગામે અનુસૂચિત જાતિનાં વિસ્તાર પાસે મહી પરીએજની પાણીની લાઈન તૂટી ગયાને ઘણો સમય થયો પરંતુ પાણી પુરવઠા વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવતુ નથી. અહીથી વહેતું પાણી રોડ સુઘી જઇ રહ્યું છે જેનાં કારણે રોડ ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે અને તેમા પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અવાર નવાર અહીં પડે છે . કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલા તાકીદે આ લાઇન રીપેરીંગ કરવામાં આવે એવી રજૂઆત સ્થાનિક લોકોની છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારો વિસ્તાર અનુસૂચિત જાતિનો હોવાથી ઓરમાયું વર્તન રાખીને આ પાણીની લાઈન રીપેરીંગ કરવામાં આવતી નથી. આ મહી પરીએજની મેઈન લાઇન હોવાથી શિહોર શહેરને પીવાનું મળતું પાણી ઓછું મળે છે તો જવાબદારો દ્વારા તાત્કાલિક આ પાણીની લાઈન રીપેરીંગ કરવામાં આવે એવું સ્થાનિક લોકોનું કહેવું છે.