Sihor
મતદાર જાગૃતિ કાર્યક્રમો પુરજોશમાં ; સિહોર નવાગામ સ્કૂલ બાળકોએ પોતાના મામા ને પત્ર લખ્યો કે મતદાન અવશ્ય કરજો
પવાર
ચૂંટણીના પડઘમો વાગી ચુક્યા છે ત્યારે ભાવનગર જિલ્લામાં એક પણ મતદાર મતદાન કરવાનું ચૂકે નહિ તે માટે જિલ્લા ચુંટણી શાખા દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.લોકશાહીના આ અવસરમાં મતદારો મતદાન કરે તે માટે જાગરૂકતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોની ચુંટણીમાં મતદાન સંદર્ભે મતદાન જાગરૂકતા કાર્યક્રમો પુર જોશમાં ચાલી રહ્યા છે.
જિલ્લામાં આગામી ૧ ડિસેમ્બરે ચુંટણી યોજાનાર છે ત્યારે જિલ્લામાં મતદાન માટે મતદારોમાં જાગરૂકતા આવે તેમજ મતદારો મતદાન અવશ્ય કરે તેવા પ્રયત્નો થઈ રહ્યાં છે. આ મતદાન જાગરૂકતા અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગ પણ આ અભિયાનમાં જોડાયું છે. સિહોર નજીક આવેલ નવાગામ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પોતાના મામા ને પત્ર દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો લોકશાહીમાં મતદાન કરવું એ આપણો અઘિકાર છે મતદાન અવશ્ય કરીએ એવા મતદાન જાગૃતિના અભિયાન સ્વરૂપે શાળાના આચાર્ય રાજુભાઈ જાની ના માર્ગદર્શન નીચે બાળકોએ પત્રો લખીને સંદેશો આપ્યો અને મતદાન અવશ્ય કરીએ તેવો બાળકો દ્વારા મતદારોને સંદેશો આપ્યો છે