Sihor
સિહોરમાં ભર ચોમાસે પાણી માટે વલખા, વોર્ડ 6 પાળિયાધાર વિસ્તારમાં 15-15 દિવસથી પાણી મળ્યું નથી
પવાર
- હે રામ આ ગામની સમસ્યા કોણ દૂર કરશે
- કુદરત મહેરબાન થયો છે, ગૌતમેશ્વર છલકાયું છતાં શહેરના લોકોને પાણી માટે ભટકવું પડે છે, વહીવટકર્તાની કેટલી હદે બેદરકારી હશે એ બાબત વિચારવા જેવી, બેદરકારોને હાંકી કાઢવા જોઈએ.
સિહોર શહેરનું ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે, છતાં લોકો પાણી માટે વલખા મારે એ બાબત એક શહેરીજન તરીકે ખૂંચ્ચે છે, બોગસ અને બેકાર વહીવટ કર્તાઓ શહેરનો વહીવટ કરવા બેઠા હોવાનો આ ઉત્તમ નમૂનો છે. ભર ચોમાસુ ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો છતાં લોકોને 15-15 દિવસ સુધી પાણી મળે નહીં તો સમજવું શુ.? કોના પાપે આ સ્થિતિ આવીને ઉભી છે એ શહેરનો પ્રત્યેક નાગરિક સવાલ કરે છે.
ત્રેવડ ન હોય તો મૂકી દયો વહીવટ આપી દો રાજીનામાં, શહેરની જનતાને ક્યાં સુધી બાનમાં રાખીને ક્યાં સુધી ત્રાસ દીધા રાખશો. ભર ચોમાસે શહેરની મહિલાઓને પાણી માટે ભટકવું પડે આનાથી કમનસીબી શુ હોય. આજ સુધી વહીવટદાર અધિકારી પટેલે સિહોર પાલિકામાં પગ મુક્યો નથી. બોલો શુ ધોય પીવાના છે આવા અધિકારીઓને. પાલિકાના અણઘડ વહીવટ ને લઈ નગરજનો ત્રાહિમામ છે. આ વર્ષે કુદરત મહેરબાન થયો છે સારો એવો વરસાદ થયો ગૌતમેશ્વર તળાવ ઓવરફલો થયું પણ શહેરમાં પાણીનો કકળાટ યથાવત રહ્યો.
હાલની પરિસ્થિતિ જોતા એકાંતરે પાણી નગરજનો ને મળી શકે તેમ છે છતા નગરપાલિકા વોર્ડ નં6 પાળિયાધાર વિસ્તાર માં 15 દિવસથી પાણી નહિ મળતા મહિલાઓએ પાલિકા ખાતે હલ્લાબોલ કરી હોબાળો મચાવ્યો હતો. મહિલાઓ એટલી આક્રોશમાં હતી કે તંત્ર કે કર્મચારીઓના નસીબ સારા હશે તેઓ ઝપટે ન ચડ્યા. નહીં તો મહિલાઓનો સામનો કરવો અઘરો પડી જવાનો હતો. ભર ચોમાસે શહેરની આ સ્થિતિ કંઠે એવી છે