Sihor
સિહોરના પર્વતો વચ્ચે આવેલ એકતાના પ્રતિક સમાન હઝરત તોડાશાહપીર દાદાનો ઉર્ષશરીફ ઉજવાયો

પવાર
સિહોરના ડુંગરોની હરિયાળી વચ્ચે આવેલ હિન્દુ મુસ્લિમ સમાજના એકતાના પ્રતિક સમાન હઝરત રોશન ઝમીર તોડાશાહ પીરદાદાનો ભવ્ય બે દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફ માં મહિફિલે મિલાદ શરીફ, સંદલ શરીફ, ન્યાઝ શરીફ, સલાતો સલામ, અને સામૂહિક દુવા સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા,આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજ ના શ્રધ્ધાળુઓ એ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા તોડાશાહપીરદાદા દરગાહ શરીફ ના ખાદીમ મકરાણી પરિવાર તેમજ નામી અનામી દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવેલ