Sihor
પેચ લડાવવા મોંઘા થશે: પતંગ – દોરામાં થસે ૨૦ ટકા સુધીનો ભાવ વધારો

દેવરાજ
પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે પતંગ બજારમાં ભાવધારાની જ ચર્ચા : રૂા. ૩૨૦નું દોરાનું બોબીન ૩૮૦નું થયું : પતંગ અને દોરી ઘસામણીના ભાવ વધ્યા
સિહોર સહિત રાજયભરમાં ઉત્તરાયણની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સિહોર રાજયના વિવિધ શહેરોના મુખ્ય પતંગ બજારોમાં જથ્થાબંધ અને છૂટક ખરીદી માટે ચહલપહલ દેખાઇ રહી છે. એવામાં પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે પતંગ, દોરામાં થયેલા ભાવવધારાએ પતંગબજારની ચિંતા વધારી દીધી છે. પતંગ અને દોરામાં ૨૦ ટકા સુધીનો ભાવવધારો થયો હોવાના મતે આ વર્ષે ઉત્તરાયણમાં પતંગના પેચ લડાવવા મોંઘા પડશે. પતંગના ૧૦૦ નંગદીઠ અને દોરાના બોબીનમાં ગત વર્ષની સરખામણીએ ૨૦ ટકા સુધીનો વધારો થયો હોવાનો મત વેપારીઓ આપી રહ્યા છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી વેળાએ જોવા મળતી રોનકની સાથે જ રાજયના તમામ શહેરોના પતંગ બજાર રંગબેરંગ પતંગ અનેદોરીથી જગમગી ઉઠે છે.
ઉત્તરાયણની રંગારંગ ઉજવણીની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે પતંગ-દોરાના વધેલા ભાવો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વિક્રેતાઓના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે ભાવવધારાની સીધી અસર પતંગના દોરા પર થઇ છે. કોટનના દોરાના ભાવ વધવાની સાથે પતંગનો દોરો મોંઘો થયો છે. છેલ્લા એક મહિનામાં દોરાના બોબીના બે વાર વધારો નોંધાયો છે. ગત વર્ષે ૩૨૦ રૂપિયામાં મળતું ૫ હજાર વારનું બોબીન હવે ૩૮૦ રૂપિયાનું થયું છે. આ સાથે જ દોરાની ઘસામણી પણ મોંઘી થઇ છે. જોકે, તેમાં છેલ્લા બે વર્ષથી અસર જોવા મળી છે. મજૂરી અને કલરનો ખર્ચ વધતા ઘસામણીનો ખર્ચ વધી ગયો છે.
અગાઉ ૧૫૦થી ૨૦૦ રૂપિયામાં ૫ હજાર વાર દોરાની ઘસામણી થતી હતી. તે સામે હવે ૨૦૦થી ૩૦૦ રૂપિયા ઘસામણી લેવાઇ રહી છે. ફિરકીમાં પણ આ જ સ્થિતિ છે. પીવીસી, સ્ટીલને કારણે ૪૨-૪૫ રૂપિયામાં મળતી ફિરકી હવે પરથી ૬૦ રૂપિયાના ભાવે વેચાઇ રહી છે. ચાલુ વર્ષે કાપડ, લાકડી, પેટ્રો પ્રોડકટ, સ્ટીલ સહિતનું રો-મટીરીયલ મોંઘું થતાં અને મજૂરી ખર્ચ વધતાં પતંગ, દોરાની ખરીદી મોંઘી સાબિત થશે. ગત વર્ષે ૧૦૦ નંગ પતંગના ૩૦૦થી ૫૦૦ રૂપિયા હતા. તે સામે હવે આ વર્ષે ૧૦૦ નંગદીઠ ૩૦થી ૪૦ રૂપિયાનો વધારો થયો છે