Connect with us

Gujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અભૂતપૂર્વ સ્વાગત કરાશે : ધવલ દવે

Published

on

unprecedented-welcome-to-welcome-prime-minister-narendrabhai-modi-dhawal-dave

કુવાડીયા

ભલે પધારો લોકલાડીલા વડાપ્રધાન મોદીજી, જયાંથી પોતે પહેલીવાર ધારાસભ્‍ય બન્‍યા હતા તે રાજકોટનું ઋણ નરેન્‍દ્રભાઈ મોદી ક્‍યારેય ભૂલ્‍યા નથી રાજકોટ-સૌરાષ્ટ્રને માંગ્‍યા વગર બધુ આપ્‍યું છે એરપોર્ટ, એઈમ્‍સ, બેટ દ્વારકા ઓખા સિજ્ઞેચર બ્રિજ,મરીન યુનિ.,રેલવે યુનિ.,લાઈટહાઉસ, સૌની યોજના,ઘોઘા- દહેજ રો-રો ફેરી, આયુર્વેદિક યુનિ. સહિત અનેક અભૂતપૂર્વ વિક્રમસર્જક વિકાસકાર્યોની ભેટ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ આપી, રાજકોટ-સૌરાષ્ટ્ર સાથે નરેન્દ્રભાઈ મોદીને દાયકાઓ જૂનો સંબંધ ; ધવલ દવે

પ્રખર રાષ્ટ્રવાદી નેતા અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્‍દ્રભાઈ મોદી આગામી તા. ૨૭ને ગુરુવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્‍યારે રાજકોટ જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ તેમણે આવકારવા માટે આતુર છે તેમ ગુજરાત ભાજપના યુવા નેતા અને રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલ દવેએ જણાવ્‍યું છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની રાજકોટ મુલાકાત અંગે તેમણે જણાવ્‍યું છે કે, જે પ્રકારે સૌરાષ્ટ્ર-રાજકોટ માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને સવિશેષ પ્રેમ છે તેવી રીતે સૌરાષ્ટ્ર-રાજકોટની જનતાને પણ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી માટે સવિશેષ પ્રેમ છે. અને તેમનું અભૂતપૂર્વ સ્‍વાગત અને આગવું અભિવાદન કરવા માટે ભાજપના કાર્યકરોથી લઈ સ્‍થાનિક જનતા ઉત્‍સાહિત છે.
નરેન્‍દ્રભાઈ મોદીનો સૌરાષ્ટ્ર સાથેનો નાતો દાયકાઓ જૂનો છે.

unprecedented-welcome-to-welcome-prime-minister-narendrabhai-modi-dhawal-dave

 

સૌ પ્રથમવાર ગુજરાતના મુખ્‍યમંત્રી બન્‍યા બાદ નરેન્‍દ્રભાઈ મોદી રાજકોટથી ધારાસભ્‍ય પદની ચૂંટણી લડ્‍યા અને જંગી બહુમતીથી જીત્‍યા હતા. રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો માટે નરેન્‍દ્રભાઈ મોદીની લાગણી જગજાહેર છે. દવેએ વધુમાં કહ્યું કે, રાજકોટ-સૌરાષ્ટ્રનું નામ પૂરા રાષ્ટ્રથી લઈ વિશ્વભરમાં ગુંજતું થાય તે માટે નરેન્‍દ્રભાઈ મોદીએ ઐતિહાસિક પગલાઓ ભર્યા છે અને રાજકોટ-સૌરાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય કક્ષાની ભેટ ધરી છે. રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ આપ્‍યું છે અને ગુરુવારે તેમના જ હસ્‍તે આ એરપોર્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

Advertisement

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાની એઈમ્‍સ હોસ્‍પિટલ, આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો લાઈટહાઉસ પ્રોજેક્‍ટ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્‍માર્ટસિટી પ્રોજેક્‍ટ, સોમનાથ મહાદેવ વિસ્‍તારનો સર્વાંગીણ વિકાસ, પાકિસ્‍તાન સાથેની દરિયાઈ સરહદે મરિન કમાન્‍ડો હેડકવાટર્સ, ભાવનગર-સુરત વચ્‍ચે રો-રો ફેરી સર્વિસ, જામનગર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની આયુર્વેદીક યુનિવર્સિટી ઇન્‍સ્‍ટિટ્‍યૂટ વગેરેની ભેટ નરેન્‍દ્રભાઈ મોદીએ રાજકોટ-સૌરાષ્ટ્રને ધરી છે.

unprecedented-welcome-to-welcome-prime-minister-narendrabhai-modi-dhawal-dave

નર્મદાનું પાણી રાજકોટ-સૌરાષ્ટ્રને મળે અને પાણીની સમસ્‍યા દૂર થાય તે માટે પ્રધાનમંત્રી બન્‍યા બાદ પણ તેમણે પોતાના પ્રયત્‍નો ચાલુ રાખ્‍યા હતા એટલું જ નહીં અહીં આવેલા ઉદ્યોગોનો વિકાસ થાય, લોકોનું જીવનધોરણ સુધરે, ખેડૂતોની આવક બમણી થાય અને છેવાડાના માનવીને પણ સિંચાઈ, દવાઈ, પઢાઈ, કમાઈ મળી રહે તે માટેની વિવિધ યોજનાની ભેટ આપી છે. સૌરાષ્ટ્ર માટે નરેન્‍દ્રભાઈને વિશેષ પ્રેમ છે તે વાતનો સૌથી મોટો પુરાવો સૌની યોજના છે. સૌરાષ્ટ્રના ખેડુતો સિંચાઈના પાણી માટે વર્ષો સુધી સંઘર્ષ કરતા હતા. કોંગ્રેસની સરકારોએ પાણી ન આપ્‍યું. નરેન્‍દ્રભાઈએ સૌની યોજનાનો અમલ ૨૦૧૬ થી કર્યો અને સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમનર્મદાના પાણીથી ભરવાનો સંકલ્‍પ કરી તેનો અમલ પણ કર્યો. આજે રાજકોટનો આજી ડેમ, મોરબીનો મચ્‍છુ ડેમ, ગાંડલનું વેરી તળાવ એ બધું ઊનાળામાં પણ છલોછલ રહે છે તે આ બધું  સૌની યોજના ને આભારી છે અને સૌની યોજના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ને આભારીછે.

આજે આ યોજનાના ફળ સમગ્ર સૌરાષ્ટ્ર ની પ્રજા ને મળી રહ્યા છે. આવા વિકાસ પુરુષ ગુરુવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્‍યારે પ્રત્‍યેક રાજકોટવાસી તેમના સ્‍વાગતમાં જોડાય તેવો અનુરોધ પણ ધવલ દવેએ કર્યો છે.

error: Content is protected !!