Bhavnagar
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પર્યાવરણ જાગૃતિ માટે, કર્યું આ કામ
કુવાડિયા
- વારાણસીમાં ભાજપ યુવા કાર્યકરો દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ભાજપ યુવા કાર્યકરો દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ પ્રવાસમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા પણ જોડ્યા હતા. તે ઉપરાંત તેમણે લોકોને સાયકલ ચલાવીને પ્રદુષણ દૂર કરવા અને ટ્રાફિક સુધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ડો.મનસુખ મંડવિયાએ જણાવ્યું હતું કે સાયકલ ચલાવીને આપણે સમાજની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનું કામ કરી શકીએ છીએ. સાયકલ ચલાવવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રાખી શક્ય છીએ. ડો.મનસુખ માંડવિયા હંમેશા લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરતા હોય છે. ગયા વર્ષે સંસદના શિયાળુ સત્રમાં ડૉ.મનસુખ માંડવિયા સાઇકલ ચલાવીને સંસદ પહોંચ્યા હતા, જેની એ વખતે મીડિયામાં પણ ખૂબ ચર્ચા થઈ હતી.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, આરોગ્ય અને વિકાસ એકબીજાના પૂરક છે, તેથી સરકાર આ ક્ષેત્રમાં સુવિધાઓ વધારવા માટે સર્વગ્રાહી રીતે કામ કરી રહી છે. લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મોદી સરકારમાં સૌપ્રથમવાર સ્વાસ્થ્યને વિકાસ સાથે જોડવામાં આવ્યું છે. દેશના નાગરિકો સ્વસ્થ હશે તો જ દેશનો વિકાસ થશે. સરકારે આરોગ્ય ક્ષેત્રમાં તેને સંપૂર્ણપણે ઘટાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.