Connect with us

Bhavnagar

નારી ચોકડી નજીકથી વિદેશી દારૂ અને બિયરના ટીન ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા

Published

on

two-persons-were-caught-with-a-car-full-of-foreign-liquor-and-tins-of-beer-near-nari-chowkdi

પવાર

  • લોકલ ક્રાઈમ બ્રાન્ચએ વિદેશી દારૂ બિયર ના ટીન મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા ૬,૭૮,૧૧૫ ના મુદ્દામાલ કબજે લીધો

નારી ચોકડીથી સીદસર તરફ જતાં નવાં રોડ ઉપર આવેલ મેરીટન હાઇટ્સ નામની હોટલની પાસે આવેલ ખુલ્લી જાહેર જગ્યામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દરોડો કરી વિદેશી દારૂ અને બિયર ના ટીન ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એલ.સી.બી. સ્ટાફનાં વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

two-persons-were-caught-with-a-car-full-of-foreign-liquor-and-tins-of-beer-near-nari-chowkdi

દરમ્યાન બાતમી મળેલ કે,નારી ચોકડીથી સીદસર તરફ જતાં નવાં રોડ ઉપર આવેલ મેરીટન હાઇટ્સ નામની હોટલની પાસે આવેલ ખુલ્લી જાહેર જગ્યામાં સફેદ કલરની મારૂતિ કંપનીની બ્રેઝા કાર નં.GJ-27-DM 6332માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને કટીંગ થતું હોવાની હકીકત આધારે રેઇડ કરી તલાશી લેતા વિદેશી દારૂની ૧૪૭ બોટલો અને બીયરના ટીન નંગ ૨૪ મળી આવતા પોલીસ ચંદ્દરાજસિંહ જસવંતસિંહ ગોહિલ ઉ.વ.૩૪, કર્મરાજસિંહ કુંવરસિંહ ગોહિલ ઉ.વ.૨૦ ને વિદેશી દારૂ ,બીયરના ટીન,મોબાઈલ,કાર મળી કુલ રૂપિયા ૬,૭૮,૧૧૫ નો મુદ્દામાલ સાથે ઝડપી લીઘા હતા બંને શખ્સો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ મથકમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યા હતો

error: Content is protected !!